રિવાબાએ કહ્યું- મારા પતિનું સમર્થન મળે છે, એ જ મારા માટે મોટી વાત; BJP 150થી વધુ બેઠક જીતશે

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ મત આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન…

gujarattak
follow google news

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ મત આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ મુદ્દે પોતાનો મત અને પાર્ટી પસંદગીની સ્વતંત્રતા અંગે જણાવ્યું હતું. તથા રવીન્દ્ર જાડેજાએ સતત તેમની મદદ કરી હોવાનું કહ્યું હતું. આની સાથે ભાજપના બુથ મેનેજમેન્ટથી લઈ 150 બેઠકો જીતવા અંગે મોટુ નિવેદન આપ્યું હતું. ચલો વિગતવાર આના પર નજર કરીએ…

મારા પતિનું સમર્થન મળે છે, એ જ મારા માટે મોટી વાત- રિવાબા જાડેજા
રિવાબાએ રાજકારણમાં પોતાના પારિવારના લોકો વિવિધ પાર્ટીને સમર્થન આપતા હોવા મુદ્દે કહ્યું કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું જ્યારે કોઈ એકજ પરિવારના સભ્યો વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય. પરિવારમાં પોતાના મત મુજબ અન્ય પાર્ટી સાથે જોડાયા છે અને હું ભાજપ સાથે જોડાયેલી છું. આ દરમિયાન મારા માટે સૌથી મોટી વાત એ રહી છે કે મારા પતિ રવીન્દ્ર જાડેજા મારા સમર્થનમાં છે.

મતદાન જાગૃતિ અંગે કહ્યું…
બુથ મેનેજમેન્ટ મુદ્દે રિવાબાએ કહ્યું કે ભાજપ પાસે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો છે. મને ઉમેદવાર તરીકે પસંદ કરાયા ત્યારથી લઈને અત્યારસુધી સંગઠનનું મેક્રોમેનેજમેન્ટથી લઈ લોકોને મતદાન જાગૃતિ સુધી ભાજપના માધ્યમથી સારી રીતે મેનેજ કરાઈ રહી છે.

રિવાબાએ કહ્યું કે ભાજપ કેડેટ બેઝ પાર્ટી છે, જે જે વરિષ્ઠ નેતા છે તેઓ યુવા નેતાઓને સાથે ચાલીને કામ કરે એવી પાર્ટી છે. ભાજપની આ અલગ રણનીતિ છે વરિષ્ઠ નેતા યુવાઓની સાથે પણ સારા સંપર્કમાં રહે છે. આ પ્રમાણેની રણનીતિ દેશના રાજકીય ભવિષ્ય માટે ફાયદાકારક છે. આની સાથે રિવાબાએ કહ્યું કે ભાજપ પર જનતાને વિશ્વાસ છે. આ વખતે ભાજપ 150થી વધુ બેઠકો સાથે ચૂંટણી જીતશે.

With Input: નિલેશ શિશાંગિયા

    follow whatsapp