અમદાવાદ: ગુજરાતમાં આ વખતે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. જામનગર ઉત્તર બેઠક પરથી રાજકારણમાં ડેબ્યૂ કરી રહેલા રિવાબા જાડેજા સામે તેમના જ નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે એક ખાનગી ન્યૂઝ એજન્સીને રિવાબાએ ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે રવિન્દ્ર જાડેજા, નણંદ નયનાબા તથા ગુજરાતની ચૂંટણીમાં જંપ લાવી રહેલી આમ આદમી પાર્ટી વિશે વાત કરી હતી.
ADVERTISEMENT
AAP વિશે શું બોલ્યા રિવાબા?
રિવાબા જાડેજાએ કહ્યું કે, ગુજરાતની જનતા છે તે આજ સુધીના ઈતિહાસમાં ત્રિકોણીય ચૂંટણી જંગને સ્વીકાર્યો નથી. કોઈ એવી પાર્ટી છે જે હજુ ગુજરાતમાં આવી નથી, પરંતુ આવવાનો દાવો કરી રહી છે. વિકાસ કર્યો નથી, પણ વિકાસના દાવા કરી રહી છે. તો આ જે વસ્તુ છે તે ખૂબ જ પ્રેક્ટિકલ અને સીધો હિસાબ છે. તમે જે વસ્તુ કરી જ નથી તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે.
પતિ રવિન્દ્ર અને નણંદ નયનાબા વિશે શું કહ્યું?
આ સાથે જ નણંદ નયનાબા વિશે તેમણે કહ્યું કે, આ પહેલીવાર નથી કે એક જ પરિવારમાંથી બે લોકો અલગ-અલગ વિચારધારા સાથે જોડાયેલા હોય. આ વિચારધારાની વાત છે. તેઓ કોઈ અલગ વિચારધારા, પાર્ટીથી પ્રભાવિત થઈને તેની સાથે જોડાયેલા છે. તેઓ તેમનું કામ કરે છે, અને હું ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને તેની સાથે જોડાયેલી છું, મારું કામ કરી રહી છું. આ સાથે જ રિવાબાએ રવિન્દ્ર જાડેજા તેમના બૂસ્ટર ડોઝ કહ્યા અને તેમને પૂરું સમર્થન આપી રહ્યા છે અને સપોર્ટ કરી રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT