જામનગર: રિવાબાની ઓળખ હવે માત્ર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સુધી મર્યાદિત નથી રહી, હવે તેઓ ધારાસભ્ય બની ચૂક્યા છે. હાલમાં જ સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર સીટથી શાનદાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 50 હજારથી વધુ વોટના માર્જિનથી હરાવ્યા. હવે રિવાબા જાડેજાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ RSS એટલે શું? તેના વિશે પોતાના વિચારો રજૂ કરે છે. જે સાંભળીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ ગર્વ થઈ ગયો.
ADVERTISEMENT
RSS વિશે રિવાબાએ જણાવ્યો પોતાનો વિચાર
રિવાજાને એક પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યો કે, તમે RSS વિશે શું જાણો છો? જેના જવાબમાં રિવાબા કહે છે કે, RSS, ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ભવ સ્થળ છે એટલે કે રાષ્ટ્રીય સ્વયં સંઘ. વિશ્વની સૌથી મોટી સ્વયંસંચાલિત સંસ્થા એટલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ. રાષ્ટ્રીયતા, રાષ્ટ્રપ્રેમ, સંગઠન, એકતા, ત્યાગ, બલિદાન એનો સરવાળો કરવો એટલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું નિર્માણ થાય. આ સાંભળતા જ પૂરો હોલ તાળિઓના ગળગળાટથી ગૂંજી ઉઠે છે.
રવિન્દ્ર જાડેજાએ વીડિયો ટ્વીટ કર્યો
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રિવાબાના જવાબની આ વીડિયો ક્લિપ ટ્વીટ કરી છે. સાથે લખ્યું છે કે, ‘રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિશે તમારું જ્ઞાન જોઈને ખૂબ સારું લાગ્યું. એક એવું સંગઠન જે ભારતીય સંસ્કૃતિ અને આપણા સામાજિક મૂલ્યોને ટકાવી રાખવાના આદર્શોને પ્રોત્સાહન આપે છે. તમારું જ્ઞાન અને આકરી મહેનત જ તમને અલગ બનાવે છે. આગળ વધતા રહો.’
આ પણ વાંચો: દારૂબંધીઃ થર્ટી ફર્સ્ટને લઈ પોલીસ એક્શન મોડમાં, ગેસ્ટ હાઉસ-પાર્ટી પ્લોટની તપાસ શરૂ..
રિવાબા સામે નણંદ અને સસરાએ કોંગ્રેસ માટે કર્યો હતો પ્રચાર
નોંધનીય છે કે રાજનીતિમાં આવતા પહેલા રિવાબા જાડેજા સમાજસેવામાં સક્રિય હતા. તેમનું ચૂંટણી લડવાનું એટલા માટે ચર્ચામાં આવ્યું કારણ કે તેમના પરિવારમાં જ તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પતિ રવિન્દ્ર જાડેજા સિવાય ઘરમાંથી કોઈ સદસ્યનો તેમને સાથ નહોતો મળ્યો. સસરા અને નણંદ તેમના વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. જોકે તેમ છતાં તેમણે કોંગ્રેસના ઉમેરવાદને હરાવીને ચૂંટણી જીતી લીધી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT