દર્શન ઠક્કર/જામનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રિવાબાએ ઉમેદવારી પત્ર દાખલ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પૂનમ માડમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
રાજકારણની પીચ પર રિવાબા જાડેજાનું ડેબ્યૂ
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, આ કારકીર્દિની શરૂઆત છે અને તેણે હજુ ઘણુ શીખવાનું છે. હું ઈચ્છું છે કે તે શીખે. તે આ રાજકારણમાં ડેબ્યૂ કરે છે. અને આશા રાખું છે કે તે ઘણા ઉપર જાય. હું જ સેલિબ્રિટી છું એ સામાન્ય કાર્યકર છે અને તેઓ લોકોની સેવા કરવા માટે ગામડે ગામડે ફરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના અન્ય ક્રિકેટરો પણ શું રિવાબા માટે પ્રચાર કરવા ગુજરાત આવશે કે કેમ? તે અંગે સવાલ પૂછવા પર રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, હું તેમને ફોન કરી રહ્યો છું, તેમનો ફોન લાગતો નથી એટલે હું ટ્રાય કરતો રહીશ જો જોડાય તો.
રિવાબા સામે નયનાબા જાડેજા કરી રહ્યા છે પ્રચાર
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ નયાના બાએ કટાક્ષ કરતા આડકતરો વાર રિવાબા પર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જામનગર ઉત્તરની બેઠક પરથી જો ભાજપ નવો ચહેરો મેદાનમાં ઉતારશે તો અવશ્ય હારનો સામનો કરશે. તેવામાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને જ જામનગર ઉત્તરની ટિકિટ મળી જતા મુદ્દો વધુ ગરમાયો છે. એવામાં હાલ નયના બા કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જામનગર ઉત્તર સીટ પર નણંદ-ભાભી જ સામ સામે એકબીજાના પક્ષને હરાવવા પ્રચાર કરતા જોવા મળશે. ત્યારે ખાસ જોવાનું રહેશે કે બંનેમાંથી આ વખતે કોને કોણ બાજી મારી જાય છે.
ADVERTISEMENT