રાજકારણની પીચ પર ડેબ્યૂ કરી રહેલા રિવાબા અને રવિન્દ્ર જાડેજા કેટલા કરોડના માલિક છે?

જામનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ ડેબ્યૂ કરી રહ્યા છે. રાજકારણની પીચ પર ડેબ્યૂ કરતા રિવાબાએ ગઈ કાલે જ…

gujarattak
follow google news

જામનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ ડેબ્યૂ કરી રહ્યા છે. રાજકારણની પીચ પર ડેબ્યૂ કરતા રિવાબાએ ગઈ કાલે જ જામનગર ઉત્તર બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં તેમણે સોગંદનામું રજૂ કરીને તેમની સંપત્તિ તથા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સંપત્તિ વિશે જણાવ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેટલી આવક થઈ રિવાબા અને રવિન્દ્ર જાડેજાની?
રિવાબાએ રજૂ કરેલા સોગંદનામા મુજબ, વર્ષ 2017-18થી 2018-19 દરમિયાન તેમણે રિટર્ન ભર્યું નથી. જોકે વર્ષ 2019-20થી 2021-22 દરમિયાન તેમણે 17.25 લાખની આવક દર્શાવી છે. જ્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની વર્ષ 2017-18થી 2021-22 દરમિયાન 85 કરોડ 73 લાખથી વધુની આવક થઈ છે. રિવાબા પર તેમના એફિડેવિટ મુજબ કોઈપણ કેસ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો નથી.

બેંકમાં કેટલી પૈસા 
રિવાબા જાડેજાએ રજૂ કરેલા એફિડેવિટ મુજબ તેમના પાસે રૂ.4.70 લાખ રોકડા છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 5.56 લાખ રોકડા છે. રિવાબા પાસે બે બેંક એકાઉન્ટ છે, જેમાં રાજકોટ નાગરિક બેંકમાં રૂ. 693 છે અને બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં તેમની પાસે 5000 રૂપિયા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાના 3 બેંક એકાઉન્ટ છે. તેમના HDFC બેંક ખાતામાં 6 કરોડ 89 હજાર છે, બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં 2635 રૂપિયા છે જ્યારે એક્સિસ બેંકમાં સેવિંગ એકાઉન્ટ અને FD મળીને 7 કરોડ 50 લાખ 47 હજાર રૂપિયા છે. જ્યારે 2 લાખ રૂપિયા રાષ્ટ્રીય બચત યોજના, પોસ્ટલ સેવિંગ્સ સહિતની જુદી જુદી જગ્યાએ રોકાણ કરેલા છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ કોઈ વ્યક્તિને 22 કરોડ 51 લાખની લોન આપેલી છે. જોકે તેમના પર કોઈ દેણું નથી.

કેટલી કાર અને દાગીના છે?
રિવાબા જાડેજા પાસે રૂ.34 લાખના 120 તોલા સોનું છે જ્યારે ડાયમંડની 14.80 લાખની જ્વેલરી અને રૂ.8 લાખની કિંમતનું 15 કિલો સોનું છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે રૂ. 23 લાખનું 80 તોલા સોનું છે. રિવાબા પાસે એફિડેવિટ મુજબ કોઈ કાર કે વાહન નથી. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે ફોક્સ વેગન પોલો, ફોર્ડ એન્ડવેર, અને ઓડી Q7 કાર છે. આમ કુલ રિવાબા પાસે 62.35 લાખની સંપતિ છે, જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડની સંપત્તિ છે. આ ઉપરાંત ખેતીની જમીન અને રહેણાંક પ્લોટ તથા મકાન મળીને કુલ 33 કરોડ 5 લાખની સ્થાવર સંપત્તિ છે.

    follow whatsapp