અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ નવા નવા વળાંક લઈ રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરતાં વિડીયો સામે આવી રહ્યા છે. જેને લઈ ને આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત ગોપાલ ઇટાલીયાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ઇટાલિયા વડાપ્રધાન મોદીના માતા હીરાબા સામે ટિપ્પણી કરે છે જેને લઈને ઋત્વિજ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે દુશ્મનની માતા માટે પણ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં નથી આવતો. આ તેમની માનસિકતા દર્શાવે છે.
ADVERTISEMENT
લોકો ચૂંટણીમાં આપશે જવાબ
ગોપાલ ઈટાલીયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા માટે જે શબ્દો નો પ્રયોગ કર્યો તે તેમના સંસ્કાર શું છે તે જણાવે છે. તેમની નીચી માનસિકતા દર્શાવે છે. કેટલા નીચલા સ્તરનું રાજકારણ તે કરે છે તે દર્શાવે છે. જ્યારે આ પુરા વિવાદમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટલીયા વિવાદમાં આવ્યા છે ત્યારે પાટીદાર સમાજનું પત્તું ખોલી રહ્યા છે.પરંતુ સરદાર ના વંશજ અને પાટીદાર પુત્રો ક્યારે પણ આવી ભાષાનો પ્રયોગ નથી કરી શકતા. આમની આ ચાલ અને ચલન ગુજરાત જોઈ રહ્યું છે. આપને દુશ્મનની માતા માટે પણ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ નથી કરતાં અને એટલે જ આગામી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ સહિતના સમાજના લોકો આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આપશે
ભાજપના યુવા નેતા ઝુબિન આશરાએ ઇટાલિયાનો વિડીયો કર્યો શેર
ઝુબિન આશરાએ વિડીયો શેર કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતના સુપુત્ર મોદી જેમનું આખું વિશ્વ સન્માન કરે છે. ગોપાલ ઇટાલિયાને તેને ગાળો દેતા શરમ નથી આવતી? અને આનાથી પણ વધુ શરમજનક છે તેમની વૃદ્ધ માતા સાથે દુર્વ્યવહાર કર્યો છે જેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોઈ સમાજનો પુત્ર માતાનું અપમાન સહન કરશે?
ADVERTISEMENT