સર્જરી બાદ પહેલીવાર ચાલતા દેખાયો Rishabh Pant, તસવીર પર ‘GF’એ પણ કરી કોમેન્ટ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટથી દૂર છે. પંતનો પાછલા મહિને ડિસેમ્બરમાં એક ગંભીર કાર અકસ્માત થયો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત…

gujarattak
follow google news

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટથી દૂર છે. પંતનો પાછલા મહિને ડિસેમ્બરમાં એક ગંભીર કાર અકસ્માત થયો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો. આ અકસ્માત બાદ પંતને સારવાર માટે પહેલા દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવાયો. બાદમાં તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. પંતની સર્જરી પાછલા મહિને જ કોકિલાબેન હોસ્પિટલમાં થઈ હતી.

રિષભ પંતે શેર કરી બે તસવીરો
હવે રિષભ પંતે ટ્વિટર પર બે તસવીરો શેર કરી છે. શેર કરાયેલી આ બંને તસવીરોમાં પહેલી તસવીરમાં રિષભ પંત ટેકાના સહારે ચાલતા જોવા મળી રહ્યો છે. પંતના પગમાં પ્લાસ્ટર દેખાઈ રહ્યું છે. રિષભ પંતે આ ફોટોમાં લખ્યું છે કે, એક સ્ટેપ આગળ. એક સ્ટેપ મજબૂત અને એક સ્ટેપ સારું.

આ પણ વાંચો: 200 કરોડની છેતરપિંડીના આરોપીએ ચાહતને 100 કરોડના વળતરની નોટિસ મોકલી!

ગત વર્ષે ડિસેમ્બરમાં થયો હતો અકસ્માત
રિષભ પંતની આ પોસ્ટ પર તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ કમેન્ટ કરી છે અને તેને ‘ફાઈટર’ કહ્યો છે. નોંધનીય છે કે, રિષભ પંતનો અકસ્માત એવા સમયે થયો જ્યારે તે પોતાની માતાને મળવા માટે મર્સિડિસ કાર ચલાવીને રુડકી જઈ રહ્યો હતો. પંતની કાર દિલ્હી-દહેરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ જે બાદ તેમાં આગ લાગી ગઈ. આ બાદ રિષભ પંત જેમ તેમ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ શકે
રિષભ પંત હાલમાં ક્યારે કમબેક કરશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ ઈજાના કારણે પંત વધારે મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેવી સંભાવના છે. પંત આ વર્ષે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી બહાર હતો. સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પણ તેને ટીમમાં પસંદ નથી કરાયો. પંતના IPL અને એશિયા કપમાંથી પણ બહાર રહેવાની પૂરી સંભાવના છે. એવામાં જોવાનું રહેશે કે તે ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વન-ડે વર્લ્ડકપ માટે ફીટ થઈ શકે છે કે નહીં.

    follow whatsapp