Rishabh Pant, IPL 2024, DC vs GT Match Analysis: ઋષભ પંત 24 એપ્રિલે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચમાં જૂના અંદાજમાં જોવા મળ્યા. જ્યાં સુધી તેઓને લાગ્યું કે ધીમે-ધીમે અને સાવચેતીથી રમવું જોઈએ, તેઓ તેવી રીતે જ રમ્યા. પરંતુ તેમણે પોતાની બેટિંગમાં એવા ગિયર બદલ્યા કે ગુજરાત ટાઈટન્સના બોલરોની હાલત ખરાબ કરી દીધી.
ADVERTISEMENT
જૂના અંદાજમાં જોવા મળ્યા પંત
ગુજરાત ટાઈટન્સના મોહિત શર્માની ઓવર પર ઋષભ પંતે 31 રન ( 2,WD,6,4,6,6,6) બનાવ્યા. ઋષભ પંતની આ ઈનિંગથી એવું માનવામાં આવી રહ્યું છે કે ટી20 વર્લ્ડ કપ 2024 માટે વિકેટકીપર તરીકે તેમની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે.
પંતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
તેમની ઈનિંગ્સ દરમિયાન ઋષભ પંતે T20 મેચમાં એક બોલર સામે એક બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 26 વર્ષીય અનુભવી બેટ્સમેને ભારતીય ફાસ્ટ બોલર મોહિત શર્માના 18 બોલ પર 62 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
પહેલા બોલિંગ કરતા 224 રન બનાવ્યા
કેપ્ટન ઋષભ પંત (43 બોલમાં 88 રન) અને અક્ષર પટેલ (43 બોલમાં 66 રન)એ 68 બોલમાં 113 રનની મજબૂત ભાગીદારી કરી, જેના કારણે દિલ્હી કેપિટલ્સે પહેલા બોલિંગ કરતા 4 વિકેટે 224 રન બનાવ્યા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ તરફથી સાઈ સુદર્શન (29 બોલમાં 65 રન) અને ડેવિડ મિલર (23 બોલમાં 55 રન)એ ઈનિંગ્સ રમી હતી.
રાશિદ ખાને 11 બોલમાં 21 રન બનાવ્યા
અંતે રાશિદ ખાને 11 બોલમાં અણનમ 21 રન બનાવ્યા. ગુજરાતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી, પરંતુ રાશિદ ખાને મુકેશ કુમારની ઓવરમાં 14 રન આપ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતની ટીમ જીતશે, પરંતુ રાશિદ ખાન છેલ્લા બોલ પર મોટો શોટ રમવાનું ચૂકી ગયા.
મોહિત શર્માએ 4 ઓવરમાં 73 રન આપ્યા
જોકે, આ મેચમાં ગુજરાતના મોહિત શર્મા IPLના ઈતિહાસમાં સૌથી મોંઘી સ્પેલ (4 ઓવર) બોલિંગ કરીને રન આપનાર બોલર બન્યા. મોહિત શર્માએ 4 ઓવરના સ્પેલમાં કુલ 73 રન આપ્યા અને તેમને એક પણ વિકેટ મળી. મોહિત શર્માએ તેમની પ્રથમ ઓવરમાં 12 રન, બીજી ઓવરમાં 16 રન અને ત્રીજી ઓવરમાં 14 રન આપ્યા હતા. મોહિત શર્માની ચોથી ઓવરમાં તેમની સામે ઋષભ પંત હતા, જેમણે 31 રન બનાવ્યા.
છેલ્લી 5 ઓવરમાં પંતે કર્યો ખેલ
જ્યારે દિલ્હીની ટીમ બેટિંગ કરી રહી હતી અને 15 ઓવર રમાઈ ચૂકી હતી, ત્યારે પંત 26 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યા હતા. બીજી તરફ અક્ષર પટેલ 50 રન બનાવીને અણનમ રહ્યા હતા. ત્યારે દિલ્હીની ટીમનો સ્કોર 127/3 હતો. આ પછી છેલ્લી 5 ઓવરમાં જે કંઈ બન્યું તે આશ્ચર્યજનક હતું. અક્ષર (66), પંત (88)ને અંતે ટ્રિસ્ટન સ્ટબ્સનો પણ સાથ મળ્યો, જેમણે સાત બોલમાં 26 રનની ઈનિંગ રમી. આ રીતે દિલ્હીએ 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT