દહેરાદૂન: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિષભ પંતના અકસ્માત બાદ ઉત્તરાખંડના દહેરાદૂનમાં સારવાર ચાલી રહી છે. મેક્સ હોસ્પિટલમાં રિષભ પંતની સારવાર વચ્ચે જલ્દીથી તેના સાજા થવાની ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે રિષભ પંતનો અકસ્માત કેવી રીતે થયો તેને લઈને ચર્ચા ચાલી રહી છે. કારણ કે આ મામલે અત્યાર સુધી અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. સાથે જ રાજ્ય સરકાર અને NHAIના નિવેદનોમાં પણ અંતર જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ખાડાથી બચવા જતા અકસ્માત થયાનો દાવો
અકસ્માત બાદ સૌથી પહેલા રિષભ પંતનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેણે ઝોકું આવી જતા કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ બાદ DDCAના અધિકારીઓએ કહ્યું કે, રસ્તા પર ખાડો આવી ગયો હતો, જેનાથી બચવાના પ્રયાસમાં રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રવિવારે પંત સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. આ બાદ તેમણે પણ ખાડાવાળી થિયરીની જ વાત કરી હતી. પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે, પંતે વાતચીતમાં જણાવ્યું કે, રોડ પર ખાડા જેવી કોઈ વસ્તુ આવી ગઈ, જેનાથી બચવાના પ્રયાસમાં ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ.
આ પણ વાંચો: બસ વર્લ્ડ કપ…! નવા વર્ષનું મીશન કહ્યું હાર્દિકે, પંત અંગે પણ તેણે કહ્યું
નેશનલ હાઈવે ઓથોરિટીએ રોડ પર ખાડા હોવાની વાત નકારી
રિષભ પંતના અકસ્માત બાદ કેટલીક એવી તસવીરો સામે આવી હતી, જેમાં હાઈવે પર ખાડા ભરવામાં આવી રહ્યા હતા, તોડફોડને ઠીક કરાઈ રહી હતી. જોકે ખાડાની આ થિયરીથી એકદમ અલગ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)નું નિવેદન સામે આવ્યું છે, જેમાં ખાડાની વાત નકારી કાઢવામાં આવી છે.
આ પણ વાંચો: MUMBAI ખેડૂતે અધિકારીઓથી ત્રાસીને જમીનમાં પોતાનો આખો દેહ દાટી દીધો
NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએસ ગુસાઈએ જણાવ્યું કે, હાઈવે પર નહેરના કારણે ઘણીવાર પાણી આવી જાય છે. આ રોડ પર ખાડા નથી પરંતુ પેચ વર્ક થતા રહે છે કારણ કે નહેરના પાણીથી હાઈવેના રોડ ખરાબ થઈ જાય છે. અમે ખાડા નથી ભર્યા, પરંતુ જે ડેમેજ થયું હતું તેને ઠીક કર્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT