નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણને નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કર્યા છે. બિપિન રાવત બાદ હવે બીજા સીડીએસ હશે. સેનામાં 40 વર્ષો સુધી પોતાની સેવાઓ આપનારા અનિલ ચૌહાણ ગત્ત વર્ષે જ સેવાનિવૃત થયા હતા. સંરક્ષણ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર તેઓ ભારત સરકારના સૈન્ય મુદ્દાઓ અંગે જોડાયેલા વિભાગના સચિવ તરીકે પણ કાર્ય કરશે. રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ પોતાના 40 વર્ષોથી વધારેના કરિયરમાં અનેક કમાન્ડ સંભાળી ચુક્યાં છે. તેમને જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી અભિયાનોનો વ્યાપક અનુભવ પણ ધરાવે છે.
ADVERTISEMENT
કોણ છે લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ
18 મે 1961 માં જન્મેલા લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ 1981 માં ભારતીય સેનાની 11 ગોરખા રાઇફલ્સમાં જોડાયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલા અને ઇન્ડિયન મિલિટ્રી એકેડેમી, દેહરાદુનના પૂર્વ છાત્ર છે. મેજર જનરલની રેંકના અધિકારીએ ઉત્તરી કમાનમાં મહત્વપુર્ણ બારામુલા સેક્ટરમાં એક ઇન્ફેન્ટ્રી ડિવીઝનની કમાન સંભાળી હતી. ત્યાર બાદ લેફ્ટિનેંટ જનરલ તરીકે તેમણે ઉત્તરપૂર્વમાં એખ કોરની કમાન સંભાળી હતી. ત્યાર બાદ તેઓ સપ્ટેમ્બર 2019 થી પૂર્વી કમાનના જનરલ ઓફીસર કમાન્ડિંગ ઇન ચીફ બન્યા અને મે 2021 માં રિટાયર થયા હતા.
રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ હશે દેશના નવા CDS
ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશનનો પ્રભાર પણ સંભાળી ચુક્યા છે. આ અગાઉ અધિકારીએ અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં પણ કામ કર્યું છે. સેનામાંથી રિટાયર થયા બાદ પણ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રણનીતિક મુદ્દે યોગદાન આપ્યું હતું. સેનામાં તેમની વિશિષ્ઠ અને શાનદાર સેવા માટે લેફ્ટિનેંટ જનરલ અનિલ ચૌહાણ (સેવાનિવૃત)ને પરમ વિશિષ્ઠ સેવા પદ, ઉત્તમ યુદ્ધ સેવા પદક, અતિ વિશિષ્ઠ સેવા પદ, સેના પદક અને વિશિષ્ઠ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ અંગે નિયમોમાં કર્યો ફેરફાર
સંરક્ષણ મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિયુક્તિ અંગે ત્રણ સંરક્ષણ દળોના નિયમમાં સંશોધન માટે આ વર્ષે ગેજેટ બહાર પાડ્યુંહ તું. જેમાં કેન્દ્ર સરકારે લેફ્ટિનેંટ જનરલ અથવા જનરલ રેંકમાંથી રિટાયર્ડ થયેલા સૈન્ય અધિકારીને ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (CDS) બનાવવા માટેનીની પરવાનગી આફી હતી. તેના માટે સંરક્ષણ મંત્રાલયે વાયુસેના, નૌસેના અને સેનાના સર્વિસ એક્ટમાં પણ પરિવર્તન કર્યું હતું.
ADVERTISEMENT