અમદાવાદ: મોરબીમાં બનેલી ગોજારી ઘટનામાં સત્તાવાર મૃત્યુઆંક 135 સુધી પહોંચ્યો છે. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસની FIRમાંથી ઓરેવાના માલિક મનસુખ પટેલનું પણ ક્યાંય નામ નથી. એવામાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે NCP નેતા રેશમા પટેલે ભાજપ સરકાર પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે.
ADVERTISEMENT
મોરબીમાં પીડિતોને મળવા જશે રેશમા પટેલ
રેશા પટેલે જણાવ્યુ કે, મોરબી બ્રિજ જેવી દુઃખદ ઘટનાઓ બને છે ત્યારે દોષીઓના નામે માત્ર નાના માણસોની ધરપકડ કરી ભાજપ સરકાર દ્વારા દેખાડો કરવામાં આવે છે અને સાચા ગુનેગારો ભયમુક્ત ફરે છે. ઓરેવા કંપનીના મુખ્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરવાની અમે માંગ કરીએ છીએ. આજે અમે મોરબી ખાતે તંત્રને મળીને રજુઆત કરીશુ અને પીડિતોને મળીશું.
રેશ્મા પટેલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
વધુમાં રેશમા પટેલે જણાવ્યું કે, ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટે ભટકતી સરકાર બની ગઈ છે. માનવ જમાવડાં થાય એવા ઘણા બધા પ્રવાસન સ્થળો ઉપર જે નકોર વ્યવસ્થા અને દેખરેખ કરવાની હોય એ નથી કરતી. માનવ જીવનને મૂલ્ય વગરનું કરી દીધું છે, આવી દુઃખદ ઘટનાઓમાં લોકોના જીવ ગુમાવ્યા પછી મનોમંથનની જરૂર નથી, પરંતુ ઘટનાઓ ના બને એ પેલા જ સરકારે ચિંતન કરવાની જરૂર છે. મોરબીમાં વડાપ્રધાનની મુલાકાત માત્ર રાજકીય લાભનો રસ્તો બનીને ના રહે એ વિનંતિ કરું છું અને સાચા ગુનેગારોને દબોચવા માંગ કરું છું.
સિવિલમાં રંગરોગાન પર ઉઠાવ્યા સવાલ
આ સાથે જ તેમણે PM મોદીના મોરબી પ્રવાસ પહેલા જ સિવિલ હોસ્પટલમાં થઈ રહેલા રંગરોગાન પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે સમગ્ર દેશ અને ગુજરાત દુ:ખી છે ત્યારે ભાજપ પોતાના ભ્રષ્ટાચારના કાર્યો અને લટકતા વિકાસને ઢાંકવા માટે મોરબીની હોસ્પિટલમાં રંગ રોગાન થઈ રહ્યું છે.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT