અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા નેતાઓમાં જાણે પક્ષપલટાની સીઝન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે, એક બાદ એક નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. ત્યારે હવે NCP નેતા રેશમા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના કલાકોમાં જ તેઓ AAPમાં જોડાઈ ગયા છે. આજે AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા હતા.
ADVERTISEMENT
AAPમાં જોડાતા જ શું બોલ્યા રેશ્મા પટેલ?
AAPમાં જોડાતા જ રેશ્મા પટેલે કહ્યું કે, પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે નીભાવવાની છે. મોટી જવાબદારી કરતા કાર્યકર્તા તરીકે કામ કરીશ. ચૂંટણી લડવાની કોઈપણ રાજનેતાની ઈચ્છા હોય છે. પાર્ટી મને જે નિર્ણય જણાવશે તે માટે તૈયાર છું અને ગુજરાતની જનતા માટે કામ કરીશું.
રેશ્મા પટેલે પાર્ટીમાંથી અન્યાય થયાનો આક્ષેપ કર્યો
રેશમા પટેલે NCPના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ ફૌજીયા ખાનને પત્ર લખ્યો હતો કે, મેં NCP પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું. મેં ગુજરાતના સત્તાધારીઓની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT