અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 7 યાદી જાહેર થઈ ચૂકી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો દ્વારા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલના ચૂંટણી લડવાને લઈને અનેક સાવલ છે. વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT
પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય તેમ છે.પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. હાર્દિક પટેલ ટિકિટ વેચતા હતા. આજે તેઓ ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.
હાર્દિક પટેલે નોંધાવી દાવેદારી
વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. આજે હાર્દિક પટેલના સમર્થકો નિરીક્ષકોને મળ્યા હતા અને હાર્દિકના નામની દાવેદારી નોંધાવી હતી. જોકે વિરમગામની બેઠક પરથી તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે.
ADVERTISEMENT