RBIની મોટી કાર્યવાહી! SBI સહિત આ ત્રણ બેંકોને ફટકાર્યો અધધ દંડ, શું છે કારણ?

Reserve Bank of India Imposed Penalty: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર કડકતા દાખવીને ભારતની ત્રણ બેંકોને ભારે દંડ ફટકાર્યો છે.

 Reserve Bank of India Imposed Penalty

SBI સહિત આ ત્રણ બેંકોને ફટકાર્યો અધધ દંડ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કાર્યવાહી

point

SBI સહિત ત્રણ બેંકોને ફટકાર્યો દંડ

point

નિયમોનું પાલન ન કરતા કરાઈ કાર્યવાહી

Reserve Bank of India Imposed Penalty: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર કડકતા દાખવીને ભારતની ત્રણ બેંકોને ભારે દંડ ફટકાર્યો છે. નિયમોનું પાલન ન કરવા બદલ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક અને સિટી યુનિયન બેંકને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  આરબીઆઈ (Reserve Bank of India)એ ત્રણેય બેંકોને લગભગ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે "“Depositor Education Awareness Fund Scheme 2014” સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણેય બેંકોને દંડ ફટકાર્યો છે.

કઈ બેંકને કેટલો ફટકાર્યો દંડ?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ડિપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડ સ્કીમ 2014ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ  SBI, સિટી યુનિયન બેંક લિમિટેડ અને કેનેરા બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ દંડની રકમ અલગ-અલગ છે

RBIએ SBIને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે પ્રોપર્ટી ક્લાસિફિકેશ, ઈનકમ સર્ટિફિકેટ અને લોન, NPA સાથે સંબંધિત જોગવાઈઓનું પાલન ન કરવા બદલ અને કેવાયસી સાથે સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ સિટી યુનિયન બેંક લિમિટેડને રૂ.66 લાખનો દંડ ફટકાર્યો છે.  આ સિવાય આરબીઆઈના કેટલાક નિયમો છે જેનું પાલન ન કરવા બદલ કેનેરા બેંકને પણ 32.30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગ્રાહક પર શું અસર થશે?

RBIના આ એક્શનથી ગ્રાહકો પર શું અસર પડી શકે છે? શું ગ્રાહકોને બેંક સાથે લેવડ-દેવડ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે? તો અમે તમને જણાવી દઈએ કે આવું કંઈ થવાનું નથી. નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો પર લાદવામાં આવેલા દંડની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. સમય સમય પર આરબીઆઈ બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો અને એનબીએફસી પર દંડ લાદે છે.


 

    follow whatsapp