મોરબી: રવિવારે સાંજે મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 132 લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ 2 જેટલા લોકો ગુમ છે. મચ્છુ નદીમાં છેલ્લા 11 કલાકથી રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી પણ ગઈકાલ રાતથી જ મોરબી પહોંચી ગયા છે.
ADVERTISEMENT
રેસ્ક્યૂની કામગીરી અંતિમ તબક્કામાં
સમગ્ર રેસ્ક્યૂ કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે સવાલે ગૃહ રાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ઘટના સાંજે 6.30 વાગ્યે સર્જાઈ હતી અને 6.45થી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 200થી વધુ લોકોએ આખીરાત બચાવની કામગીરી કરી છે. તેનું નિરીક્ષણ PM ઓફિસ તથા મુખ્યમંત્રીએ અહીં રહીને કર્યું હતું. હાલમાં મુખ્યમંત્રી કલેક્ટર કચેરીમાં નિરીક્ષણ કરી રહ્યા છે.
હજુ પણ બે વ્યક્તિઓ ગુમ
તેમણે કહ્યું કે, અમિત શાહ આખી રાતથી વહેલી સવાર સુધી બચાવ કામગીરીનું નિરીક્ષણ અને તમામ મદદ પહોંચાડવામાં મદદગાર થયા છે. તમામ દિશાએથી બચાવકામગીરી કરીને હજુ પણ 2 વ્યક્તિ ગુમ બતાવે છે. એક બાજુની જાળી તૂટી છે તેને કાઢવામાં અંતિમ તબક્કાની કામગીરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાળી બહાર આવતા જ બે ગુમ વ્યક્તિઓ મળી જશે.
આરોપી પર કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ
સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા બચાવ કામગીરી ઝડપથી ચાલુ થાય તેવો પ્રયાસ છે. સરકારી તંત્રએ મોરબી શહેરના નાગરિકોને સાથે લઈને બચાવ કામગીરી પૂર્ણતાને આરે આવ્યા છીએ. થોડા સમયમાં જ બચાવ કામગીરી પૂરી થશે. રાત્રે મુખ્યમંત્રીએ કમિટીની રચના કરી. રાત્રે બે વાગ્યે તમામ કમિટીના સભ્યો અહીં પહોંચી ગયા છે અને રાતથી જ તપાસની કામગીરી શરૂ કરી છે. આજે આખો દિવસ તપાસ ઝડપથી આગળ વધશે. જે એજન્સી બ્રિજની સમારકામ, મેઈન્ટેન્ટ્સ સંભાળતા હતી, તેમાં કલમ 304, 308, 114 મુજબ ગુનો નોંધાયો છે અને તેની તપાસ આજે જ શરૂ થાય તે માટે ટીમ બનાવાઈ છે. રેન્જ આઈજીના નિરીક્ષણમાં તપાસ આગળ વધારાશે. અને આજુબાજુના જિલ્લાના અધિકારીઓ પણ તેમને આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT