અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પાકમાં થયેલા નુકશાન માટે સરકારે સર્વેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ સર્વે પૂર્ણ થયો છે. સર્વેના રિપોર્ટમાં કમોસમી વરસાદના કારણે પાકમો નુકશાન નથી થયું તેવું દર્શાવવામાં આવ્યું છે. જેને પગલે કોંગ્રેસ નેતા પાલ આંબલીયા દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કહેવાતી ભરોસાની ભાજપ સરકારે જાણે પોતાના પર જ ભરોસો ન હોય તેવા નિર્ણયો કરે છે. જીરાના પાકમાં ઝાકળ આવે તો પણ મોટું નુકશાન થાય છે. કમોસમી વરસાદથી કેટલું નુકશાન થયું હોય.
ADVERTISEMENT
આ મામલે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, કહેવાતી ભરોસાની ભાજપ સરકારે જાણે પોતાના પર જ ભરોસો ન હોય તેવા નિર્ણયો કરે છે. અને બીજી બાજુ 156 બેઠકો જીત્યા પછી ખેડૂતોને કઈ આપવાનો જ ઇરાદો ન હોય તેવી રીતે કમોસમી વરસાદમાં નુકશાન ન થયું હોય તેવા રિપોર્ટ તૈયાર કરે છે. સામાન્ય ખેડૂતને પણ ખબર પડે કે જીરાના પાકમાં ઝાકળ આવે તો પણ મોટું નુકશાન થાય છે. કમોસમી વરસાદથી કેટલું નુકશાન થયું હોય?
સરકાર પર તૂટી પડ્યા પાલ આંબલીયા
સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ કહ્યું કે, અત્યારે આંબા પર મોર લાગે ત્યારે કમોસમી વરસાદ થી કેટલું નુકશાન થાય તે કેરી પક્વતા ખેડૂતને જ ખબર હોય. આ સરકાર ખેડૂતને કઈ આપવાજ નથી માંગતી. હું દાવા સાથે કહું છું કે, 15 ઓકટોબર થી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો ખેડૂતને હેકટર દીઠ 20000 રૂપિયા આપવાની જોગવાઈ છે. 2020- 21 આ યોજના મુજબ 17 તાલુકામાં કમોસમી વરસાદ થયો. સરકારે એક રૂપિયો ન આપ્યો. ગયા વર્ષે 204 માં દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો પણ સરકારે એક રૂપિયો ન આપ્યો.
સરકાર પર કેમ કરવો ભરોસો
હમણાંજ સરકારે બે નિર્ણયો એવા કર્યા કે એ નિર્ણયો પર સરકારને ખુદને ભરોસો નથી. જમીન માપણી રદ કરવાનો નિર્ણય કર્યો અને ચાર કલાકમાં સરકારે નિર્ણય ફેરવી દીધો. બે દિવસ પહેલા જમીનની ખેતીની જંત્રી છે. આ જંત્રી ડબલ કરવાનો નિર્ણય કર્યો અને 24 કલાકમાં નિર્ણય મોકૂફનો નિર્ણય કર્યો. એટલે સરકારને ખુદને પોતાના નિર્ણયો પર ભરોસો નથી તેવું લાગે છે. તો સામાન્ય માણસ કે ખેડૂત સરકાર પર ભરોસો કેમ કરે તે સૌથી મોટો સવાલ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT