અમદાવાદ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવા વર્ષમાં ફરી એકવાર રેપો રેટમાં વધારો કરી દીધો છે. RBIએ ક્રેડિટ પોલિસીમાં ફેરફાર કરતા વ્યાજદરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ RBIના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં પણ 0.25 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફાર બાદ રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપે ચૂંટાવા બદલ પ્રજાને રિટર્ન ગિફ્ટ આપી છે. હવે ઘર અને કારની લોન મોંઘી થશે.
ADVERTISEMENT
RBI એ રેપો રેટ વધાર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપે ચૂંટાવા બદલ પ્રજાને રિટર્ન ગિફ્ટ આપી છે. હવે ઘર અને કારની લોન મોંઘી થશે. ઉપરાંત હપ્તાની કિંમત પણ વધી જશે.
ખોબલે-ખોબલે મત આપ્યા છે તેની રિટર્ન ગિફ્ટ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ રેપો રેટ વધારા બાબતે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો મધ્યમવર્ગ વધારે પીડાશે. મોંઘવારી તો વધી જ છે સાથે-સાથે આજે રેપો રેટ બેઝિઝમાં 25 પોઈન્ટનો વધારો આરબીઆઈએ કર્યો. એટલે જેટલી તમારી લોન જે ઘરની કે કારની હશે તેના પર વ્યાજદર વધી જશે. તમારો હપ્તો આવતો હશે એ વધી જશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત,જામનગર, ભાવનગર બધામાં તમે જે ઘર ખરીદ્યા હશે તેના પર વ્યાજદર વધી જશે. તમે ભાજપને જે ખોબલે-ખોબલે મત આપ્યા છે તેની રિટર્ન ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા 100 ટકા જંત્રી વધારી દીધી. એટલે જેને ઘર લેવુ છે તેનુ સપનું તો સપનું જ રહી જશે. જે દસ્તાવેજો છે તેમાં ડબલ ભાવ કરી દીધા. મોંઘાવરી વધશે , ઘર મોંઘા થઈ જશે. સાથે આજે આરબીઆઈએ બેઝિસ રેપોરેટમાં પણ વધારો કર્યો એટલે હપ્તા પણ હવે તમારા ઘરના વધી જશે. મોંઘવારીનો આ ડબલ માર પડશે.
આ પણ વાંચો: કમોસમી વરસાદના સર્વેને લઈ પાલ આંબલીયા આકરા પાણીએ કહ્યું, સરકારને પોતાના પર જ નથી ભરોસો
સરકાર પર કર્યા આકરા પ્રહાર
ઇસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, તમે ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા અને ભાજપે તમને શું આપ્યું ? એટલા માટે કહી રહ્યાં છીએ મિત્રો કે ભ્રષ્ટ ભાજપને ઓળખવાની જરુર છે. ભાજપે ઉદ્યોગપતિઓને બચાવવા માટે તમારા અને મારા પાસેથી ખુબ લૂંટ ચલાવી. નેતાઓ પ્રજા ઉપર ટેક્સ નાંખશે, હજુ તો મહાનગરોના બજેટ આવશે એમાં પણ વધારો ઝીંકાશે. વેરો વધારશે કારણ કે હવે ભાજપને ચૂંટણીઓનો ડર નથી. હવે ખબર છે કે મધ્યમવર્ગ ડરીને ધમકાવીશું એટલે અમને જ મત આપવાનો છે. આપણે મત આપતા પહેલા જો વિચાર્યું હોત અને ભાજપની બેવડી ચાલને ઓળખી જાત તો આ પરિસ્થિતિ ન આવત. તમારા અને મારા ઘર ખાલી થયા છે ભાજપને કોઈ જ ફેર નથી પડવાનો
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT