હેતાલી શાહ/ ખેડાઃ ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસ નોંધાવવાનાં શરૂ થઈ ગયા છે. એક બાજુ આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે બીજી બાજુ વિદેશથી આવતા લોકોમાં કોવિડનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન યુગાન્ડાથી આવેલો 21 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેને માતર ખાતે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
NRIનું હબ ગણાતા મધ્ય ગુજરાતના ખેડા આણંદ વિસ્તારમાં એક બાજુ લગ્ન સિઝન પુર બહારમાં ખીલી ઉઠી છે. ત્યારે બીજી બાજુ આજે ખેડા જિલ્લામાંથી કોરોનાનો એક કેસ સામે આવકા ચકચાર મચી ગઈ છે. ખેડા તાલુકાના સોખડા ગામનો યુવાન પરદેશથી આવતા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. અહીં કોરોના ટેસ્ટ કરાવતાં તે પોઝિટીવ આવ્યો છે. હાલ આ યુવાનને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું..
આજે કોરોનાનો એક કેસ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે જે કેસ પોઝીટીવ આવ્યો છે, તે નડિયાદ તાલુકાના ગુતાલ ગામનો યુવાન છે. યુગાન્ડાથી પરત આવતાં અમદાવાદ એરપોર્ટ પર તેનું ટેસ્ટીગ કરાયું હતું. જે દરમિયાન યુવાનનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
આ બાદ તેને તુરંત તેના મામાના ઘરે માતર તાલુકાના સોખડા ગામે હોમાઈશોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે. કોરોના પોઝીટીવ આવેલા યુવાન 24 વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હતો. જેમાંથી 8 નજીક સંબંધીઓના સેમ્પલ લેવાયા છે. જ્યારે 16 વ્યક્તિઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ આ યુવક અમુક સમય માટે પોતાના વતને આવ્યો હતો.
હાલ તે મામાના ઘરે હોમાઈશોલેશન હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે 482 લોકોનું કોરોના પરિક્ષણ કરાયુ છે અને 482 વ્યક્તિઓના રીઝલ્ટ પેન્ડીગમાં છે.
કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવતા સમગ્ર ચરોતર પંથકમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને બહારથી લગ્ન કરવા અને માણવા માટે આવેલા NRI પરિવારો તથા ડીસેમ્બરના એન્ડમા અને જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જેઓના લગ્ન થવાના છે તે તમામ પરિવારો ચિંતાતુર બન્યા છે. નજીકના દિવસોમાં લગ્ન હોવાથી સરકાર કોઈ નિયંત્રણ મુકશે તથા માસ્ક ફરિજીયાત સહિત વિગેરે બાબતોનો ડર સતાવવા લાગ્યો છે.
ADVERTISEMENT