ભારતમાં પહેલીવાર: ગુજરાતના બુટલેગર વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ, કોર્પોરેટ કંપની જેમ દારૂ સપ્લાય કરતો

અમદાવાદ: રાજ્યભરમાં કોઈ કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનારા સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી (Vinod Sindhi) સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ભારતના…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યભરમાં કોઈ કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનારા સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી (Vinod Sindhi) સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ બુટલેગર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હોય. થોડા સમય પહેલા જ બુટલેગરનો સાગરિત ઝડપાયો હતો, એવામાં વિનોદ સિંધી દુબઈ ભાગી ગયો હોવાનું જાણવા મળતા તેની સામે રેડ કોર્નર નોટિસ ઈન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવી છે.

કેવી રીત ચલાવતો દારૂનું નેટવર્ક
વિનોદ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરતો. જેમાં દારૂને કઈ રીતે સપ્લાય કરવો, જીપીએસ ક્યાં લગાવવું, પોલીસથી કઈ રીતે બચવું, કોને કેટલા પૈસા આપવા વગેરે નક્કી કરતો. જે કારમાં દારૂ ભર્યો હોય એનું મોનિટરિંગ કરવા માટે તે વિસ્તારના અલગ અલગ લોકોને કામ સોંપતો આપતો. દારૂની ડિલિવરી બાદ આંગડિયા કે હવાલાથી રૂપિયા મેળવવાની વ્યવસ્થા ગોઠવી રાખી હતી.

બુટલેગરને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી હતી
ઘણા લાંબા સમયથી દારૂને વેપાર કરતા વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમ દોડધામ કરી રહી હતી. વડોદરામાં નમકીનનો ધંધો કરતા વિનોદ સિંધી મિત્રો સાથે દારૂ પીવા બેઠો હતો ત્યારે તેને દારૂની ડિલિવરી કરવાનો વિચાર આવ્યો હતો. આ રીતે તે નમકીનનો ધંધો બંધ કરીને બુટલેગર બની ગયો. તેના પાસપોર્ટ નંબરની વિગત મળતા પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે ધરપકડના ડરથી ભારત છોડીને દુબઈ ભાગી ગયો છે. તેની સામે 38થી વધુ કેસ છે.

    follow whatsapp