અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવ્યું છે. વિવિધ પક્ષના નારાજ નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડવાનું શરૂ કર્યું છે. ત્યારે ભાજપના નેતા જય નારાયણ વ્યાસને આમંત્રણ આપ્યા બાદ વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીના અધ્યાક્ષ ગોપાલ ઇટાલીયાએ ભરપૂર વખાણ કર્યા છે. ગોપાલ ઇટલીયાએ કહ્યું કે,વિપુલભાઈ ચૌધરી ખુબ જ પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે, તેમના પિતાશ્રીએ પણ સમાજ માટે ખૂબ જ યોગદાન આપ્યું છે. આવા સમાજસેવી વ્યક્તિને ભાજપે બદલાની ભાવનાથી હેરાન કર્યા છે તે સખત નીંદનીય છે.
ADVERTISEMENT
સમાજસેવી વ્યક્તિને ભાજપે હેરાન કર્યા
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ વિપુલ ચૌધરીના વખાણ કરતાં કહ્યું કે, વિપુલભાઈ ચૌધરી ખુબ જ પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે, તેમના પિતાશ્રીએ પણ સમાજ માટે ખૂબ જ યોગદાન આપ્યું છે. આવા સમાજસેવી વ્યક્તિને ભાજપે બદલાની ભાવનાથી હેરાન કર્યા છે તે સખત નીંદનીય છે.
વિપુલ ચૌધરી aapમાં જોડાયએ અમારા માટે ખુશીની વાત
ઇટાલીયા જ્યાં સુધી વિપુલભાઈ અને તેમના સમર્થકોની ચૂંટણી લડવાની બાબત છે, તો એમાં મારું એવું માનવું છે કે આવા સમાજસેવી લોકોને જનતાએ પસંદ કરીને વિધાનસભા સુધી ચોક્કસ મોકલવા જોઈએ. વિપુલભાઈ અને તેમના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાય એ અમારા માટે ખૂબ જ ખુશીનો અને ગર્વ લેવા જેવો પ્રસંગ હશે. અમે આશા રાખીએ છીએ કે વિપુલભાઈનો નિર્ણય આમ આદમી પાર્ટી તરફી આવે.
ઇટાલીયાએ ચૂંટણી લડવા અંગે કહ્યું
હું અને ઈસુદાનભાઈ જ્યાંથી ચૂંટણી લડવાના હોઈશું, તેની જાહેરાત બે ચાર દિવસમાં જ મીડિયાના માધ્યમથી કરીશું. અલગ અલગ વિધાનસભાઓમાંથી કાર્યકર્તાઓની એવી માંગણી છે કે, ગોપાલભાઈ અને ઇસુદાનભાઈ એમના મતવિસ્તારમાંથી ચૂંટણી લડે. આ કાર્યકર્તાઓ તરફથી અમને પ્રેમ મળી રહ્યો છે, એ બદલ હું કાર્યકર્તાઓને વંદન કરું છું.
ADVERTISEMENT