RCB In IPL Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં રવિવાર (21 એપ્રિલ) સુધીમાં 37 મેચો રમાઈ ચૂકી છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં KKRનો છેલ્લા બોલ પર 1 રનથી વિજય થયો હતો.
ADVERTISEMENT
RCBની હાલત સૌથી ખરાબ!
આ સિઝનમાં વિરાટ કોહલીની ટીમ RCBની 8 મેચમાં આ 7મી હાર છે. સાથે જ RCBએ સતત છ મેચ હારી છે. આ ટીમની હાલત એટલી ખરાબ છે કે તે અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10મા સ્થાને છે.
આ પણ વાંચોઃ RCB Vs KKR: મેચ પહેલા રિંકુ સિંહે તોડી નાખ્યું વિરાટનું બેટ, લાલાઘુમ થઈ ગયા કોહલી
શું પ્લેઓફની આશા ખતમ થઈ ગઈ?
ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી આ RCB ટીમે હવે આ સિઝનમાં વધુ 6 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ફેન્સ ચોક્કસપણે જાણવા માંગે છે કે શું RCB ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે કે નહીં? શું આ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે?
ફેન્સ માટે નિરાશાજનક વાત આવી સામે
આ બધા સવાલોના જવાબમાં ફેન્સ માટે થોડી નિરાશાજનક વાત સામે આવે છે. વાસ્તવમાં હવે જો RCB તેની બાકીની તમામ 6 મેચ જીતી લે છે, તો તેના કુલ 14 પોઈન્ટ્સ થઈ જશે. આવી સ્થિતિમાં RCB માટે પ્લેઓફમાં પહોંચવું એકદમ અશક્ય લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ VIDEO: નોટ આઉટ હતો વિરાટ કોહલી? શું છે IPL 2024 ની આ નવી ટેક્નોલોજી અને નિયમો? જાણો સમગ્ર મામલો
હવે આ એક ચમત્કાર RCBને બચાવી શકે
તેનું મુખ્ય કારણ એ છે કે IPLમાં 2022ની સીઝનથી 10 ટીમો રમી રહી છે. ત્યારથી અત્યાર સુધી કોઈપણ ટીમ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં નથી પહોંચી. સૌથી નીચે એટલે કે ચોથા નંબરની ટીમના પણ 16 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં RCB ટીમના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરંતુ RCBને ચોક્કસ ચમત્કારની જરૂર પડશે. જો બાકીની ટીમો તેમની મેચ હારે છે અને સમીકરણ ચોથા નંબરની ટીમ માટે 14 પોઈન્ટ પર લાવીને ઉભી કરે છે, તો RCBની થોડી આશા જાગી શકે શકે છે. તેના માટે પણ આરસીબીએ તેની બાકીની મેચો સારા માર્જિનથી જીતવી પડશે અને સારો નેટ રન રેટ જાળવી રાખવો પડશે.
છેલ્લી 2 સિઝનમાં આવી હતી પ્લેઓફની સ્થિતિ
RCBની ટીમ 2022ની સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. ત્યારે આ ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હતી. રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ 18-18 પોઈન્ટની સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને હતી. ગુજરાત ટોપ (20) કર્યુ હતું.
જ્યારે 2023માં એટલે કે છેલ્લી સિઝનમાં પણ ગુજરાતે (20) જ ટોપ કર્યું હતું. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ 17-17 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતા. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાને હતી જેના 16 પોઈન્ટ હતા. આ સિઝનમાં RCB ટીમ 14 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ RCBની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ADVERTISEMENT