જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીય પાર્ટી દ્વારા મોટાભાગે ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ આજે જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે બીજી બાજુ જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાના બહેન નયવા બા પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેઓ ઘરે ઘરે જઈને લોકોને કોંગ્રેસને મત આપવાનો છે એમ કહેતો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ચલો આની વિશે વિગતવાર માહિતી મેળવીએ…
ADVERTISEMENT
નયના બાએ કોંગ્રેસનો પ્રચાર શરૂ કર્યો…
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે નયના બાએ અગાઉ ભાજપ પર કટાક્ષ કરતા રિવાબા પર પણ આડકતરો વાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો ભાજપ અહીંથી કોઈ નવા ઉમેદવારને ઉભા રાખશે તો પાર્ટી અવશ્ય હારનો સામનો કરશે. જોકે ભાજપે ઉમેદવારોની યાદીમાં રિવાબા જાડેજાને જ મેદાનમાં ઉતાર્યા છે. તેવામાં બીજી બાજુ ગઈકાલે નયના બા જાડેજાએ ઘરે ઘરે જઈને કોંગ્રેસને મત આપવા માટેનો પ્રચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એના બીજા જ દિવસે રિવાબા જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યારે અત્યારે રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસની સાથે રિવાબા અને નયબા જાડેજા વચ્ચે પણ રાજકીય ટક્કર પર સૌની નજર રહેલી છે.
રિવાબાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રિવાબાએ ઉમેદવારી પત્ર દાખલ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન રવિન્દ્ર જાડેજા પણ સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પૂનમ માડમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT