જામનગર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં જામનગર ઉત્તર બેઠકથી એકબાજુ રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા છે, ત્યારે તેમની સામે બહેન નયનાબા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા છે. ત્યારે આજે સવારમાં નયનાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા મતદાન મથકે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
રિવાબા વિશે શું બોલ્યા સસરા?
બે દિવસ પહેલા કોંગ્રેસ માટે વીડિયો બનાવવા વિશે અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હું પહેલાથી જ કોંગ્રેસમાં જોડાયેલો છું. મારી ફરજમાં આવતું હતું કે પાર્ટી માટે કામ કરવું જોઈએ. એક બાજુ પુત્ર વધુ છે, બીજી તરફ કોંગ્રેસ ત્યારે તેમણે કહ્યું કે પાર્ટી મહત્વની હોય છે. ફેમિલી પ્રોબ્લેમ નથી હોતો કોઈ.
નયનાબાએ કહ્યું- હવે મોંઘવારીથી લોકો કંટાળી ગયા છે
જ્યારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ કહ્યું કે, હું શરૂઆતથી જ કોંગ્રેસ સાથે છું અને વિપેન્દ્રસિંહ સાથે છું. તમામ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. પાંચ વર્ષ બાદ આ તક મળી છે તેને અમે નહીં જવા દઈએ.અમારાથી બનતું હતું તેટલી મહેનત કરી છે અને લોકો સુધી પહોંચ્યા છીએ. અને લોકો પણ હવે કંટાળી ગયા છે, એટલે મને પણ એવી આશા છે કે કોંગ્રેસને વોટ આપશે. કારણ કે કોંગ્રેસના સમયમાં મોંઘવારી આટલી નહોતી.
કોંગ્રેસના ઉમેદવાર વિશે તેમણે કહ્યું કે, બિપેન્દ્રસિંહના પિતા અને મારા પિતા વર્ષો જૂના મિત્રો છે. મારા પિતા યુવાન હતા ત્યારથી તેમને પરિચય છે અને નજીકમાં છે. દીકરી સાથે પિતા ઊભા જ હોય અને વર્ષોથી તેમણે પાર્ટી વિશે ખબર છે.
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)
ADVERTISEMENT