ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2023નું ટાઇટલ જીત્યું. આ પાંચમી વખત હતું જ્યારે ચેન્નાઈ IPLમાં ચેમ્પિયન બન્યું હતું. ચેન્નાઈને ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાનું મહત્વનું યોગદાન હતું. તેણે છેલ્લા 2 બોલમાં એક સિક્સ અને એક ફોર ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી. આ જીત બાદ જાડેજાએ દિલ જીતી લેનારું કામ કર્યું છે.
ADVERTISEMENT
આઈપીએલ ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાએ જે બેટ વડે વિનિંગ ફોર ફટકારી હતી તે તેના ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સાથી અજય મંડલને ભેટમાં આપી દીધું હતું. અજયે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વિશે માહિતી આપી હતી.
જાડેજાએ પોતાના પાર્ટનરને બેટ ભેટમાં આપ્યું
તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ બેટનો ફોટો પોસ્ટ કરતા અજય મંડલે લખ્યું કે, તમને ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાના 2 બોલમાં 10 રન યાદ હશે… આ બાદ તેણે તે બેટ મને ગિફ્ટ તરીકે આપી દીધું છે. અજયે આ માટે રવિન્દ્ર જાડેજાનો આભાર માન્યો હતો. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીનો પણ આભાર માન્યો, જેણે તેને જાડેજા સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક આપી.
અજય મંડલ છત્તીસગઢ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે ઓલરાઉન્ડર છે અને લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરે છે. ચેન્નાઈએ આ સિઝનમાં અજયને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. પરંતુ તે આ સિઝનમાં IPLમાં ડેબ્યૂ કરી શક્યો નહોતો.
ADVERTISEMENT