નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 132 રનથી હરાવ્યું હતું. ભારતીય બોલરોએ મેચના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાને 177 રનમાં આઉટ કરી દીધું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને ICC ના નિયમોનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. જાડેજા પર અમ્પાયરને જાણ કર્યા વગર આંગળી પર ક્રીમ લગાવવાનો આરોપ છે.
ADVERTISEMENT
25 ટકા દંડ ફટકારવામાં આવ્યો
આ સાથે જ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાએ મેદાન પરના અમ્પાયરોની પરવાનગી વિના મેચમાં ક્રીમનો ઉપયોગ કર્યો હતો. જેના માટે તે દોષી ઠેરવવામાં આવ્યો છે. ICCએ તેના નિવેદનમાં કહ્યું કે, નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ભંગ કરવા બદલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી
જાડેજાએ પ્રથમ ટેસ્ટ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. મેચ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન બોલિંગ કરતી વખતે જાડેજાએ પોતાના હાથ પર કંઈક લગાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા અને પૂર્વ ક્રિકેટરો દ્વારા આ તસવીરો પર ઘણો હોબાળો થયો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં ભણતી વિદ્યાર્થિનીનો થયો ભયાનક અકસ્માત, કાર સ્લીપ થતા 2 પલ્ટી વાગી
વિડીયો થયો હતો વાયરલ
પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે જાડેજા એક પ્રસંગે બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે. ઑસ્ટ્રેલિયન મીડિયા આઉટલેટ Foxsports.com.au એ આ વિડિયો શેર કર્યો. જેમાં જાડેજાનો આ વીડિયો ટ્વટી કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો વિવાદિત થયો હતો. ઇંગ્લેન્ડથી માંડીને અનેક ટીમના પુર્વ ખેલાડીઓએ આ વીડિયો પર કોમેન્ટ અને રિટ્વિટ કરવા લાગ્યા હતા. માઈકલ વોને ફોક્સ સ્પોર્ટની ટ્વીટ શેર કરતા લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ તે સમયે કાંગારૂ ટીમ વતી બેટિંગ કરી રહ્યા હતા. તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આ ક્યારેય નહીં જોયું હોય.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT