રિવાબાની જીત માટે રવીન્દ્ર જાડેજાએ અનોખી સ્ટાઈલમાં આપ્યા અભિનંદન, કહ્યું હેલ્લો MLA જી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  જામનગર નોર્થની બેઠક VIP બેઠક બની ચૂકી હતી જેનું કારણ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રીવાબા જાડેજા આ બેઠક પરથી ચૂંટણી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  જામનગર નોર્થની બેઠક VIP બેઠક બની ચૂકી હતી જેનું કારણ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રીવાબા જાડેજા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. રિવાબા જાડેજાએ આ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે.   રીવાબાએ 50 હજારના જંગી માર્જિનથી જીત હાંસલ કરી છે. આ જીત બાદ રવિન્દ્રએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે. જે સતત ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. જાડેજાએ ટ્વિટ કરી કહ્યું કે હેલ્લો MLA જી. તમે આ જીતના હકદાર છો. જામનગરની જનતા જીતી ગઈ છે.

 

જાડેજાએ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, “હેલ્લો MLA જી. તમે આ જીતના હકદાર છો. જામનગરની જનતા જીતી ગઈ છે. હું હ્રદયપૂર્વક તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આશા છે કે જામનગરના કામો ખૂબ સારા થશે. જય માતાજી.”

રીવાબાએ  આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈને 50 હજારથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. તેમને કુલ 84,336 મત મળ્યા, જ્યારે કરશનભાઈને 33,880 મત મળ્યા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ત્રીજા ક્રમે છે, જેમને 22,822 મત મળ્યા હતા.

આ ઉમેદવારો હતા મેદાને 
ભાજપ- રિવાસિંહ સોલંકી ( રિવાબા જાડેજા)
કોંગ્રેસ- બીપેન્દ્રસિંહ જાડેજા
આપ- કરશન કરમુર
અપક્ષ- કેર રહીમ
અપક્ષ- જાહીદ જામી
અપક્ષ- મલેક આદિલ
અપક્ષ- અનવર કકલ
અપક્ષ- મિયા આમીન
અપક્ષ- અશોક ચાવડા
અપક્ષ- હિના મકવાણા
બસપા- જગદીશ ગઢવી

    follow whatsapp