નવી દિલ્હી: રસના ગ્રુપના ફાઉન્ડર ચેરમેન અરીઝ પિરોજશૉ ખંભાતાનું નિધન થઈ ગયું છે. ગ્રુપે સોમવારે જાણકારી આપી કે 85 વર્ષના ખંભાતાનું શનિવારે નિધન થઈ ગયું. રસના ગ્રુપે જણાવ્યું કે, ‘અરીઝ ખંભાતાએ ભારતીય ઉદ્યોગ, વેપાર અને સમાજ સેવા દ્વારા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.’
ADVERTISEMENT
અરીઝ ખંભાતાએ રસના બ્રાન્ડ ઘરે ઘરે જાણીતી બનાવી
અરીઝ ખંભાતા બેનેવોલેન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન પણ હતા. તેઓ WAPIZ (વર્લ્ડ અલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી)ના પૂર્વ ચેરમેન અને અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ અધ્યક્ષ પણ હતા. ખંભાતા લોકપ્રિય ઘરેલુ પીણાની બ્રાન્ડ રસના માટે જાણીતા છે, જેને દેશમાં 18 લાખ દુકાનો પર વેચવામાં આવે છે.
60 દેશોમાં વેચવામાં આવે છે રસના
PTI મુજબ રસના હવે દુનિયાની સૌથી મોટી સોફ્ટ ડ્રિંક કોન્સટ્રેટ નિર્માતા છે. હવે તે દુનિયાભરના 60 દેશોમાં વેચવામાં આવે છે. તેમણે 1970ના દાયકામાં ઉચ્ચ કિંમત પર વેચાતા સોફ્ટ ડ્રિંક પ્રોડક્ટ્સના વિકલ્પના રૂપમાં સસ્તા ઠંડા પીણાના પેક બનાવ્યા હતા.
તેમના પરિવારમાં કોણ છે?
જાણકારી મુજબ, અરીઝ પિરોજશૉ ખંભાતાના પરિવારમાં હાલ તેમના પત્ની પર્સિસ અને સંતાનો પિરુઝ, ડેલના અને રુઝાન તથા તેમના પુત્રવધુ બિનાશા અને પૌત્ર અર્જી, અરજાદ, અવન, આરેજ, ફિરોઝા અને અર્નવાઝ છે.
ADVERTISEMENT