રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાયું, જાણો હવે કયા નામથી ઓળખાશે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુઘલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું…

gujarattak
follow google news

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુઘલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. લોકો બપોરે 12 થી 9 વાગ્યા સુધી અહીં ફરવા આવી શકે છે.

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તે ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનનો મુઘલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને જનતા માટે ખોલવામાં આવે છે.

જાણો કોને ડિઝાઇન કરી હતી તૈયાર
15 એકરમાં ફેલાયેલ આ બગીચો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. એક કહેવત છે કે મુઘલ ગાર્ડન દેશના રાષ્ટ્રપતિ ભવનનો આત્મા છે. મુઘલ ગાર્ડનનો એક ભાગ ગુલાબની વિશેષ જાતો માટે જાણીતો છે. રાષ્ટ્રપતિ ભવન અને મુઘલ ગાર્ડનની ડિઝાઈન અંગ્રેજ આર્કિટેક્ટ સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુરૈનામાં મોટી દુર્ઘટના, એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

12 પ્રકારના બગીચા 
આ ગાર્ડન 12 ભાગોમાં વહેંચાયેલું છે. તેમાં રોઝ ગાર્ડન તેમજ બાયો ડાયવર્સિટી પાર્ક, હર્બલ ગાર્ડન, બટરફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, સનકેન ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, ન્યુટ્રીશનલ ગાર્ડન અને બાયો ફ્યુઅલ પાર્ક છે. જ્યાં લોકો ફરવા જતા વિવિધ પ્રકારના ફૂલો જોઈ શકે છે. અહીં તમને ટ્યૂલિપ, મોગરા-મોતિયા, રજનીગંધા, બેલા, રાત કી રાની, જુહી, ચંપા-ચમેલી જેવા અનેક પ્રકારના ફૂલો જોવા મળશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp