માંડ-માંડ બચી Rashmika Mandanna!, ફ્લાઈટનું થયું ઈમરજન્સી લેન્ડિંગ; અભિનેત્રીએ કહ્યું- આજે તો મોત...

બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની સાથે એક ભયાનક ઘટના ઘટી, જેમાં અભિનેત્રીનો જીવ માંડ માંડ બચ્યો.

માંડ-માંડ બચ્યો રશ્મિકા મંદાનાનો જીવ!

Rashmika Mandanna Instagram Post

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રશ્મિકા મંદાના સાથે એક ભયાનક ઘટના ઘટી

point

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી ઘટના

point

ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી જણાવી સમગ્ર ઘટના

Rashmika Mandanna Instagram Post: બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની સાથે એક ભયાનક ઘટના ઘટી, જેમાં અભિનેત્રીનો જીવ માંડ માંડ બચ્યો. આ જાણકારી અભિનેત્રીએ પોતે શેર કરી છે. એભિનેત્રીએ તેના તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તે મોતના મુખમાંથી માંડ-માંડ બચી છે. જોકે, તે જે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરી રહી હતી, તેના પ્રવક્તાનું કંઈક બીજુ જ કહેવું છે. પાયલોટનું કહેવું છે કે, રશ્મિકાએ જે રીતે વ્યક્ત કર્યું એટલું કંઈ થયું નહોતું. પરંતુ હા ફ્લાઈટમાં થોડી સમસ્યા જરૂર હતી, જેને સમસસર ચેક કરી લેવામાં આવી હતી.  

રશ્મિકાને થયો મોતનો અહેસાસ 

અભિનેત્રી રશ્મિકા મંદાના મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. પરંતુ વચ્ચે જ ફ્લાઈટમાં થોડી સમસ્યા સર્જાઈ હતી. જે બાદ ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેને અન્ય પેસેન્જર્સની સાથે બીજી ફ્લાઇટમાં હૈદરાબાદ મોકલવામાં આવી હતી. રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, 'માત્ર તમારી જાણકારી માટે, આ રીતે આજે અમે મોતના મુખમાંથી બચી ગયા..' ફોટામાં અભિનેત્રીને હસતા જોઈ શકાય છે, તેણે બ્લેક કલરનું ટોપ પહેર્યું છે. અભિનેત્રીની સાથે ફ્લાઇટમાં સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પણ હતી. બંનેને ફ્લાઇટમાં પોઝ આપજા જાઈ શકાય છે. જોકે, અભિનેત્રી રશ્મિકા મંદાન એકદમ સુરક્ષિત છે, પરંતુ તેમના આ ફોટાને જોઈને ફેન્સની વચ્ચે ખળભળાટ મચી ગયો છે.  દરેક વ્યક્તિ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

ફ્લાઇટનું કરાયું હતું ઈમરજન્સી લેન્ડિંગ 


રશ્મિકા મંદાના જે વિસ્તારાની ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી, તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરલાઈન કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, 17 ફેબ્રુઆરી 2024ના રોજ ટેકઓફના થોડા સમય બાદ મુંબઈથી હૈદરાબાદ જતી વિસ્તારાની ફ્લાઈટ UK531માં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. સાવચેતીના પગલાં લેતા માનક ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ પાઈલટોએ પાછા ફરવાનું નક્કી કર્યું અને ફ્લાઈટને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી. જે બાદ ફ્લાઇટમાં ટેક્નિકલી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વૈકલ્પિક એરક્રાફ્ટની વ્યવસ્થા કરવામાં આવી, જે થોડા સમય બાદ હૈદરાબાદ માટે રવાના થયું હતું. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે, તે માટે તેમને સમયસર જમવાનું અને પાણી મળી રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમારા મુસાફરોને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ. 

    follow whatsapp