4 January Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
ADVERTISEMENT
મેષ
આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. કેટલાક કામ જેના માટે છેલ્લા કેટલાક દિવસોથી પ્લાનિંગ ચાલી રહ્યું છે, આજથી તે કામ શરૂ થશે. જેના કારણે તમને આર્થિક લાભ થશે. બિઝનેસમાં પરિવર્તનની સંભાવના છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. પરિવાર સાથે આ સમય સારો પસાર થશે.
વૃષભ
આજના દિવસે તમે સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો. કોઈ ખાસ વાતને લઈને આજે તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો. આજે બિઝનેસમાં કોઈ નવું કામ શરૂ ન કરો અને બિઝનેસમાં કોઈ મોટું જોખમ ન ઉઠાવો. પરિવારમાં પત્ની સાથે મતભેદ થઈ શકે છે. ભાઈ કે ભત્રીજા સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે.
મિથુન
આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે, કોઈ પણ અટકેલું કામ આજે પૂરું થશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. વેપારમાં આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના રહેશે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
કર્ક
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈ ખાસ કામને લઈને પ્રવાસ પર જઈ શકો છો. કોર્ટ કચેરીનો મામલો તમારી તરફેણમાં રહશે. વેપારમાં આવકના નવા સ્ત્રોત બનશે. પરિવારમાં માન-સન્માન વધશે. પરિવારના હિતમાં આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.
સિંહ
આજે તમે લાંબી યાત્રા પર જઈ શકો છો. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો. બિઝનેસ પાર્ટનર તરફથી દગો મળી શખે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો, તો તેમાં અવરોધો આવશે. પરિવારના લોકો તમારી વિરુદ્ધ આવી શકે છે. પુત્ર કે ભાઈ સાથે મતભેદ વધી શકે છે.
કન્યા
આજે તમે તમારી નજીકની વ્યક્તિના વર્તનથી પરેશાન થઈ શકો છો. કોઈ સંબંધી સાથે મોટો વિવાદ થઈ શકે છે. તમે સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો, તમારી પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. બિઝનેસમાં તમને પાર્ટનર તરફથી દગો મળી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થશે. વાહન વગેરેનો ઉપયોગ સાવધાની સાથે કરો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો.
તુલા
આજે તમે માનસિક તણાવ અને પારિવારિક વિવાદોને કારણે પરેશાન રહેશો. કોઈ જૂનો વિવાદ ફરી તમારી સામે આવી શકે છે. બિઝનેસમાં કોઈ નવો નિર્ણય સમજી વિચારીને લેવાની જરૂર છે. પત્ની સાથે મતભેદ વધી શકે છે.
વૃશ્ચિક
આજે તમે તમારા નજીકના વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. માતા-પિતાનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. આજે તમને બિઝનેસમાં પાર્ટનરનો સહયોગ મળશે. આજે તમે કોઈ મોટું કામ શરૂ કરી શકો છો, કામમાં અવરોધો આવશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ગુસ્સા પણ કાબુ રાખો.
ધન
આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમે જે કામ માટે પ્રયાસ કરી રહ્યા છો તે આજે બગડી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.
મકર
આજે તમારો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેશે, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારમાં કોઈ આકસ્મિક ઘટના બની શકે છે, જેના કારણે પરિવારનો માહોલ બગડી શકે છે. વેપારમાં આજે નુકસાન થઈ શકે છે. આજે કોઈ નવું વાહન વગેરે ખરીદશો નહીં. મુસાફરી વગેરેમાં સાવધાની રાખો.
કુંભ
આજે કોઈ અજાણ્યા વ્યક્તિની વાત સાંભળીને તમે તમારા જીવનસાથી પર ખોટા આરોપો લગાવી શકો છો. જેના કારણે તમારો પાર્ટનર તમારાથી ગુસ્સે થઈ શકે છે. બીજાની વાત પર વિશ્વાસ ન કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.
મીન
આજનો દિવસ તમારા માટે સારો રહેશે, આજે તમને કાર્યસ્થળ પર કોઈ નવું અને મોટું કામ મળી શકે છે. આજે તમે કોઈ મોટી પાર્ટનરશિપ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. ખાસ કામ માટે લાંબી યાત્રા વગેરે પર જઈ શકો છો. પત્ની અને બાળકો સાથે પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે.
ADVERTISEMENT