અમરેલી: બોટાદમાં ગત વાસી ઉતરાયણના દિવસે એક 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને બાદમાં તેની હત્યા કરી દેવાયાની કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં પીડિત દીકરી દેવીપુજક સમાજની હતી. જેના કારણે દેવીપુજક સમાજ ભારે રોષે ભરાયો હતો. દેવીપુજક સમાજ દ્વારા ઠેરઠેર રેલીઓ અને આવેદન આપવાની તથા આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે. બોટાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અમરેલી જિલ્લાના દેવીપુજક સમાજમાં પડ્યા છે. સાવરકુંડલા દેવીપુજક સમાજે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું છે.
ADVERTISEMENT
અમરેલી – બોટાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલા દેવીપુજક સમાજમાં પડ્યા છે. સાવરકુંડલા દેવીપુજક સમાજના લોકોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને સાવરકુંડલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. હત્યારાને પકડીને કડક સજા કરવાની ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું છે.
જાણો શું હતી ઘટના
બોટાદમાં 9 વર્ષની બાળકી પતંગ લૂંટવા ગઇ હતી આ દરમિયાન રાજેશ ચૌહાણ બાળકીને આઇ.ટી,આઇની પાછળ ખંડેર ક્વાર્ટરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ અને તે પછી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઇને બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ-હત્યા કેસ, મર્ડર કરીને બહાર આવતા પતિને જોનારા ગાર્ડે શું ખુલાસો કર્યો?
આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ
બોટાદમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે એક ટીમની રચના કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. લોકોએ આરોપીને ફાંસી આપવાની માંગ કરી છે. બોટાદના ડીએસપીએ કહ્યુ કે, “બોટાદમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. મૃતક બાળકીનો શબ મળ્યા બાદ પોલીસે એક ટીમની રચના કરીને આરોપી રાજૂ દેવદાસ ચૌહાણની ધરપકડ કરી છે.
વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT