સાજીદ બેલિમ/ સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરી વિસ્તારમાં દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 25મી ફેબ્રુઆરીએ મૃત જાહેર કરાયેલી બાળકીની પરિવારે દફનવિધિ કરી હતી. જોકે આ બાદ બાળકીનો અસ્ત-વ્યસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બાળકી સાથે દુષ્કર્મ થયાનું લાગતા પરિજનોએ પોલીસ અને થાનની સરકારી હોસ્પિટલમાં જાણ કરી હતી.
ADVERTISEMENT
દોઢ વર્ષની બાળકીને જન્મથી હ્રદયમાં કાણું હતું
વિગતો મુજબ થાનમાં રહેતા પરિવારની બાળકીને જન્મથી હ્રદયમાં કાણુ હતું. બાળકીને તકલીફ વધી જતા 25મી ફેબ્રુઆરીના રોજ બાળકીને સારવાર માટે થાનની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ડોક્ટરે ત્યાં બાળકીને મૃત જાહેર કરી હતી. જે બાદ પરિવારે બાળકીને ઘરે લાવીને તેની અંતિમક્રિયા કરતા દફનવિધિ કરી હતી. બીજા દિવસે બાળકીના સંબંધી કબૂતરને ચણ નાખવા માટે તે જગ્યાએ જતા બાળકીને પહેરાવેલા કપડા બહાર પડ્યા હતા સાથે જ મૃતદેહ સાથે પણ છેડછાડ કરાઈ હોવાનું જાણ થઈ.
પ્રાથમિત તપાસમાં પ્રાઈવેટ પાર્ટમાં છેડછાડ થયાનું સામે આવ્યું
જે બાદ પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ પોલીસે શરૂઆતમાં પરિવારને સમજાવીને પાછો મોકલી દીધો. બાદમાં પરિવારની મહિલાઓએ બાળકીની તપાસ કરતા મૃતદેહમાં પ્રાઈવેટ પાર્ટમાં છેડછાડ થઈ હોવાનું જણાયું. જેથી ફરી પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે સ્થળ પર જઈને બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ લાવી હતી. જ્યાં બાળકીના મૃતદેહ સાથે પ્રાઈવેટ પાર્ટમાં છેડછાડ થઈ હોવાનું જણાયું. હાલમાં બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે હાલ રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે હાલ આજુબાજુના CCTV ચેક કરી તેમજ બાતમીદારોને કામે લગાડી તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT