પ્રેમમાં પાગલ રણવીરસિંહને દીપિકાનો પતિ બનવા માટે આપવી પડી હતી 20 કરોડની ‘કુરબાની’! જાણો સમગ્ર મામલો

Ranveer Singh Deepika Padukone: બોલિવૂડના બેસ્ટ કપલ કહેવાતા દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીરસિંહની લવ સ્ટોરી વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘રામ-લીલા’થી શરૂ થઈ હતી. જે…

gujarattak
follow google news

Ranveer Singh Deepika Padukone: બોલિવૂડના બેસ્ટ કપલ કહેવાતા દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીરસિંહની લવ સ્ટોરી વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘રામ-લીલા’થી શરૂ થઈ હતી. જે બાદ બંનેએ એક બીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ 2018માં ઈટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દીપિકાનો પતિ બનાવા માટે રણવીરને 20 કરોડ રૂપિયાની કુરબાની (બલિદાન) આપવી પડી હતી.

ફિલ્મમાં ફ્રીમાં કર્યું હતું કામ

જી હા… વાસ્તવમાં અહીં અમે દીપિકાની એક ફિલ્મની વાત કરી રહ્યા છીએ, જે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીરસિંહે પણ ભૂમિકા ભજવી હતી, ફિલ્મમાં તેનો ખૂબ જ નાનો રોલ હતો, પરંતુ દરેક ફિલ્મ માટે 20થી 30 કરોડ રૂપિયા ફી લેનાર રણવીરે તે ફિલ્મમાં દીપિકા પાસેથી કોઈ ફી લીધી નહોતી. જોકે, આ ફિલ્મો ઉપરાંત બંનેએ ’83’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આપ્યું હતું 20 કરોડનું બલિદાન

વર્ષ 2014માં દીપિકા પાદુકોણ અભિનીત અંગ્રેજી ફિલ્મ ‘ફાઈન્ડિંગ ફેની’ (Finding Fanny) રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ આ ફિલ્મમાં રણવીરસિંહનો પણ એક નાનો કૈમિયો હતો, જેમાં તે દીપિકાના પતિ ‘ગૈબો’ના રોલમાં જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે જ્યાં સ્ટાર્સ કૈમિયો રોલ માટે પણ કરોડોમાં ફી લે છે, ત્યાં રણવીરે તેના પ્રેમ માટે કોઈ ફી ચાર્જ કરી નહોતી.

સિંઘમમાં પણ જોવા મળશે

જો બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ ‘સિંઘમ અગેન’ (Singham Again) અને ‘ફાઇટર’ (Fighter)માં જોવા મળશે. બંને ફિલ્મો આવતા વર્ષે 2024માં રિલીઝ થઈ શકે છે. આ સિવાય જો રણવીરસિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે કરણ જોહરની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. આ પછી હવે તે પણ ‘સિંઘમ અગેન’માં સિમ્બાના પાત્રમાં જોવા મળશે.

 

    follow whatsapp