Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાના અંદાજમાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરની એક સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ ખુશીથી ઝૂમી ઉઠશો.
સ્કૂલમાં રામભક્તિનો માહોલ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટિચરની સાથે સ્કૂલના કેટલાક બાળકો ભગવાન શ્રીરામના ભજન પર ડાન્સ કરી રહ્યા છે. બાળકો શાળાના હોલમાં લાઈનમાં ઉભા છે. તેમની આગળ મેડમ રામ ભજન પર ડાન્સ કરી રહ્યા છે. તો શાળાના બાળકો પણ ટિચરના ડાન્સના સ્ટેપને ફોલો કરીને જોરદાર ડાન્સ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT