Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: બોલિવૂડના ક્યૂટ લવ બર્ડ્સ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને જૈકી ભગનાની (Jackky Bhagnani) હાલ હેડલાઈન્સમાં છે. વર્ષો સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ આ કપલ 21 ફેબ્રુઆરીએ પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. આ પહેલા લગ્ન સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ સામે આવી રહી છે. ફેન્સ પણ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેને લગતી અન્ય નાની-મોટી માહિતી જાણવા માંગે છે.
ADVERTISEMENT
ગોવાની આલીશાન હોટલમાં થશે લગ્ન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિવાર સિવાય નજીકના મિત્રો રકુલ પ્રીત અને જૈકીના લગ્નમાં જોડાશે. બંને ગોવામાં સાત ફેરા ફરશે, જેની થીમ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, રકુલ અને જૈકી ગોવાની એક આલીશાન હોટલમાં લગ્ન કરશે. બંનેના લગ્ન શાહી અંદાજમાં થશે.
ગેસ્ટનું લિસ્ટ પણ તૈયાર
રકુલ અને જૈકીએ તેમના લગ્ન માટે જે આલીશાન હોટેલ પસંદ કરી છે તેનું નામ ITC ગ્રાન્ડ હોટેલ છે, જેમાં ઘણા લક્ઝરી રૂમ છે. અહીં એક રાતનું ભાડું આશરે 19 હજારથી 40 હજારની વચ્ચે છે. બંનેએ પોતાના ડેસ્ટિનેશન વેડિંગ માટે ગેસ્ટનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં નજીકના લોકો અને બંનેના પરિવારનો સમાવેશ થશે.
આ થીમ પર વેડિંગ ફંક્શન યોજાશે
રકુલ અને જૈકીના લગ્નના ફંક્શન 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. 20 ફેબ્રુઆરીએ દિવસ દરમિયાન મહેંદી સેરેમની અને સાંજે સંગીતનું આયોજન કરવામાં આવશે. એક મહેમાનએ જણાવ્યું કે મહેંદીમાં કાર્નિવલ વાઇબ બનાવવાથી લઈને પેસ્ટલ ટોન પસંદ કરવા સુધી દરેક ફંક્શન માટે એક અલગ થીમ રાખવામાં આવશે.
બંનેના લગ્ન ઇકો ફ્રેન્ડલી હશે
આ સિવાય રકુલ અને જૈકીએ તેમના લગ્નને ઈકો-ફ્રેન્ડલી બનાવવાનો પ્લાન બનાવ્યો છે. બંને પોતાના લગ્નની ખુશીઓને સેલિબ્રેટ કરવાની સાથે જ પ્રકૃતિનું પણ પૂરેપૂરું ધ્યાન રાખશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કપલે લગ્નના મહેમાનોને માત્ર ઈ-ઈનવિટેશન કાર્ડ મોકલ્યા છે. આ સિવાય લગ્નમાં ફટાકડા ફોડવામાં આવશે નહીં. રસપ્રદ વાત એ છે કે રકુલ અને જૈકી તેમના લગ્નમાં વૃક્ષારોપણ પણ કરવાના છે.
ADVERTISEMENT