Rajya Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપ દ્વારા જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે.
ADVERTISEMENT
ભાજપની 'નો રિપીટ થિયરી'
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 બેઠક સહિત રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 56 ખાલી પડેલી બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની 4 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે 'નો રિપીટ' થિયરી અપનાવવામાં આવી છે.
આ ચાર નેતાઓનું જાહેર કરાયું નામ
ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી નથી. ગુજરાતમાંથી ભાજપે જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનું નામ જાહેર કરાયું છે.
કોંગ્રેસે ફોર્મ ન ભરવાની કરી છે જાહેરાત
આપને જણાવી દઈએ કે, ગુજરાતની ચારેય બેઠક ભાજપના ફાળે જવાની છે. કારણ કે અત્યાર સુધી 2 બેઠક ભાજપ અને 2 બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે, આ વખતે કોંગ્રેસે ફોર્મ ન ભરવાની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT