Breaking તમામને હસાવનાર રાજૂ શ્રીવાસ્તવે લોકોને રડાવ્યા, જિંદગી સામે હાર્યા જંગ

નવી દિલ્હી: કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 42 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. રાજૂ શ્રીવાસ્તવ જિંદગી સામે જંગ લડી રહ્યા હતા ત્યારે આજે તે જંગ હારી ચૂક્યા…

gujarattak
follow google news

નવી દિલ્હી: કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 42 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. રાજૂ શ્રીવાસ્તવ જિંદગી સામે જંગ લડી રહ્યા હતા ત્યારે આજે તે જંગ હારી ચૂક્યા છે. લોકોને હસાવનર રાજૂ આજે તમામને રડતાં મૂકી ચાલ્યા ગયા છે. રાજૂ શ્રીવાસ્તવને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે તે પરિસ્થિતિ અંગે તેમના ભાઈએ જણાવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ વર્કઆઉટ કરતી વખતે અચાનક ટ્રેડમિલ પર પડી ગયો હતો. આ પછી તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ હતા. નોઈડામાં ફિલ્મ સિટીની સ્થાપનામાં ઉત્તર પ્રદેશ સરકાર વતી તેઓ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવની ઉંમર 58 વર્ષની હતી. કોમેડિયન છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. દરેકને તેના સાજા થવાની આશા હતી. અંતે તેઓએ વિદાય લીધી છે.  રાજુ છેલ્લા દોઢ માસથી દિલ્હીની એમ્સમાં હોસ્પિટલમાં દાખલ હતા. છેલ્લા 42 દિવસથી  સારવાર ચાલી હતી. તેમને 10 ઓગસ્ટથી જ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ ડોક્ટર્સ રાજુનો જીવ બચાવવા સતત પ્રયાસ કરી રહ્યા હતા.

 

છેલ્લી મુલાકાત
છેલ્લી મુલાકાત અંગે એહસાન કુરેશી કહે છે, “હું તેને છેલ્લી વખત ઓશિવારા પોલીસ સ્ટેશનની સામે આવેલી ઓફિસમાં મળ્યો હતો. મેરીગોલ્ડ બિલ્ડિંગમાં તેમની ઓફિસ છે. તે જ્યારે પણ લખનઉ આવતો ત્યારે મિત્રો સાથે કોફી પીતો. મે અને સુનીલ પાલે મળીને તેમની પાસેથી માહિતી લીધી કે ફિલ્મોની સબસિડી માટે કેવી રીતે અરજી કરવી. અમારી વચ્ચે અવારનવાર આવી વાતચીત કરતાં હતા. એહસાન કુરેશીએ વધુમાં કહ્યું હતું કે, તેની દીકરીના લગ્ન થવાના છે, દીકરો નાનો છે. બસ માલિક તેમને એક વાર સાજા કરી દે, અમે મિત્રો આ પ્રાર્થના કરીએ છીએ. જે માણસે દુનિયાને આટલું હસાવ્યું છે, આખી દુનિયા પણ તેના સ્વાસ્થ્યની રાહ જોઈ રહી છે.

પરિવારને ખૂબ જ ચાહતો હતો રાજૂ
રાજુના પરિવારનું વર્ણન કરતા એહસાન કુરેશીએ કહ્યું હતું કે, રાજુ તેના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. બાળકોને સારા સંસ્કાર આપવામાં આવ્યા છે. અંતરા 23 વર્ષની છે અને આસિસ્ટન્ટ ડિરેક્શનમાં છે. જ્યારે પુત્ર આયુષ્માન હાલમાં કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. પોતાના પુત્ર વિશે રાજુભાઈ વારંવાર કહે છે કે યાર, મારો દીકરો બહુ સીધો છે.

એક વખતની ઘટનાને સંભળાવતા રાજુએ કહ્યું કે તેણે આયુષ્માનને સમજાવ્યું કે હવે ત્યારે ઘરનું બિલ, સ્ટાફનું બિલ ચૂકવવું પડશે, આટલી જવાબદારી તારે ઉઠાવવી પડશે. આ બધું શીખવું પડશે કે આ પેમેન્ટ કેવી રીતે કરવું. આયુષ્માન ડરીને કહે છે કે પાપા હું આ બધું કેવી રીતે કરીશ. આયુષ્માનને સમજાવતા તેણે કહ્યું કે હું પણ નનીઓ હતો ત્યારે ડરતો હતો તેમનો પરિવાર ખૂબ જ દુઃખમાં હતો. સર્વશક્તિમાન તેમને શક્તિઆપે. ભાભી સાથે પણ વાત થઈ, હવે મેસેજ પર વાત થઈ. તેણી કહે છે કે તમારે મિત્રોની પ્રાર્થનાની જરૂર છે, પ્રાર્થના કરતા રહો. સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

કોણ છે રાજૂ શ્રીવાસ્તવ
રાજુ શ્રીવાસ્તવ, જેને ગજોધર અને રાજુ ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા અને રાજકારણી હતા. જેનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુર, યુપીમાં થયો હતો. તેણે બાઝીગર, આમદની અઠની ખર્ચા રૂપૈયા, બોમ્બે ટુ ગોવા જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી. કોમેડી સર્કસ, બિગ બોસ, ધ કપિલ શર્મા જેવા ઘણા ટીવી કોમેડી પ્રોગ્રામ દ્વારા કોમેડીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. હાલમાં તેઓ ભારતના ટોચના હાસ્ય કલાકારોમાંના એક છે.

કોમેડી શોની કારકિર્દી
ફિલ્મોમાં કારકિર્દી શરૂ કર્યા પછી, રાજુ શ્રીવાસ્તવે ઘણા કોમેડી શોમાં ભાગ લીધો. રાજુ શ્રીવાસ્તવ ઘણા મોટા સ્ટાર્સનો ચોક્કસ અવાજ કેવી રીતે સંભળાવવો તે જાણતા હોવાથી, તેમણે વર્ષ 2005માં ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં તેમના વડે લોકોનું મનોરંજન કર્યું. તે પછી રાજુ શ્રીવાસ્તવે 2009ના ભારતીય રિયાલિટી શો બિગ બોસ અને પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શોના સભ્યોનું મનોરંજન કર્યું.

અહીંથી રાજુ શ્રીવાસ્તવ 2011માં કોમેડી પ્રોગ્રામ કોમેડી સર્કસ કા જાદુમાં દેખાયા ત્યારે તેમની આવડતથી લોકપ્રિયતા મેળવી રહ્યા હતા. અહીં પણ તેણે લોકોને પહેલાની જેમ હસાવવામાં કોઈ કસર છોડી ન હતી અને એક પ્રખ્યાત અને શ્રેષ્ઠ કોમેડિયન તરીકે ઉભરી આવ્યા હતા. આ પછી પણ તેણે ઘણા કોમેડી શોમાં ભાગ લીધો. તે 2011માં કોમેડી કા મહા મુકાબલા અને 2013માં ડાન્સ શો નચ બલિયેમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.

આટલા શોમાં કરી ચૂક્યા છે કામ 

2017 – કપિલ શર્મા શો
2016 – મજાક મજાક મે
2014 – કોમેડી નાઇટ્સ વિથ કપિલ
2012 – લાફ ઈન્ડિયા લાફ
2011 – કોમેડી કા મહા મુકબલા
2011 – કોમેડી સર્કસ કા જાદુ
2005 – ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ

આટલી ફિલ્મોમાં પણ અજમાવ્યો હતો હાથ

1988 – તેજાબ
1989 – મેને પ્યાર કિયા
1993 – બાઝીગર
2001 – આમ દની અઠની ખર્ચા રૂપૈયા
2002 – વાહ! તેરા કયા કહેના
2003 – મે પ્રેમ કી દિવાની હું
2010 – ભાવનાઓ કો સમજોના

    follow whatsapp