રોજકોટ: રાજકોટ શહેરમાં એક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસમાં શિક્ષણે ‘I Love You’ બોલવાનું કહેવા મોટો વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થિનીએ આ વાત ઘરે જઈને વાલીને કરતા તેમણે સ્કૂલે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સાથે જ વાલીએ સ્કૂલના શિક્ષક સામે કડક પગલા ભરવા માટે માગણી કરી હતી.
ADVERTISEMENT
વિદ્યાર્થિનીને સંજ્ઞા બોલવા ઊભી કરી હતી
ઘટનાની વિગતો મુજબ, રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બુધવારે ગણિત વિષયના શિક્ષક ધોરણ 8ના ક્લાસમાં ભણાવી રહ્યા હતા. દરમિયાન તેમણે એક વિદ્યાર્થિનીને સંજ્ઞા બોલવા માટે ઊભી કરી હતી અને જે તેને ન ફાવતા આવા બોલવા કહ્યું હતું, જેથી સમગ્ર વિવાદ સર્જાયો હતો. સમગ્ર ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો! 5 વર્ષની બાળકીના હાથમાં મોબાઈલ ફાટ્યો, 6 આંગળીઓ કપાઈ ગઈ
આચાર્યએ શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું હોવાનું જણાવ્યું
જોકે ગઈકાલે ‘રોઝ ડે’ના દિવસે શિક્ષકની આ હરકતની વાલીને જાણ તેઓ રોષે ભરાયા હતા અને સ્કૂલમાં પહોંચીને શિક્ષક સામે પગલા લેવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. જોકે પ્રિન્સિપાલે સમગ્ર મામલાને ફગાવ્યો હતો અને અભ્યાસના હેતુથી શિક્ષકે વિદ્યાર્થિનીને સંજ્ઞા ન આવડતા ‘I Love This Formula’ શબ્દોનો પ્રયોગ કર્યાની સ્પષ્ટતા કરી હતી. તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે. સાથે તેમણે સીસીટીવી ફૂટેજની વિગતો પણ જાહેર કરી હતી. સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પણ આ અંગે ખુલાસો અપાયો હતો. જોકે તપાસ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકને ડિસમીસ કરી દીધા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT