રાજકોટઃ ગુજરાતમાં અત્યારે માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. તેવામાં રાજકોટના ગોંડલમાં એક પૂર ઝડપે આવતી કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સંપૂર્ણ ઘટના બને ત્યાં સુધીમાં કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે હવે પોલીસે વધુ તાપસ હાથ ધરી દીધી છે.
ADVERTISEMENT
વીજળીના સબ સ્ટેશને કારની ટક્કર
રાજકોટમાં એક પૂર ઝડપે આવતી ગાડી અચાનક વીજળીના સબ સ્ટેશને અથડાઈ ગઈ હતી. જેના કારણે 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બીજી બાજુ ગાડીનો પણ ચૂરો થઈ ગયો હતો. નોંધનીય છે કે આ ઘટનામાં કાર ચાલાકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો.
પોલીસે તજવીજ શરૂ કરી
અકસ્માતની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. મૃતકોના પરિવારજનોની તપાસ કરવાની સાથે પોલીસે કાર ચાલકને પકડવા માટે કવાયત શરૂ કરી દીધી છે.
With Input: નિલેશ શિસાંગિયા
ADVERTISEMENT