સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક પોલીસની વાનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં 2 મહિલા સહિત 4 પુરુષો સામેલ છે. રાજકોટથી અમદાવાદ હાઈકોર્ટ જતી પોલીસ વાનનો પ્રાઈવેટ લક્ઝરી સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસ વાનનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાજકોટથી મહિલાને લઈને હાઈકોર્ટ જતી હતી પોલીસ
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટથી અમદાવાદ જતા પોલીસના વાહનને લક્ઝરી બસ સાથે ટક્કર થઈ ગઈ હતી. જેમાં કુલ 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટના એવા સમયે સર્જાઈ જ્યારે એક મહિલાને રોજકોટના નારી સંરક્ષણ ગૃહમાંથી અમદાવાદની હાઈકોર્ટમાં લઈ જવામાં આવી રહી હતી.
આ પણ વાંચો: જુનાગઢના રાજ ભારતી બાપુના લોકરમાંથી મળી આવ્યા બંદૂકના કાર્ટિઝઃ કોલ રેકોર્ડિંગ ચેક કરાયા
પોલીસે અકસ્માતને પગલે તપાસ હાથ ધરી
અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોમાં એક પોલીસ કર્મીને આંખ અને પગ પર તો એક મહિલા પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT