રાજકોટ: ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જામકંડોરણામાં જનસભાને સંબોધી હતી. જોકે આ પહેલા રાજકોટ એરપોર્ટ પર ઉતરતા જ તેઓ 35 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા અને ભાજપના જ બે સ્થાનિક આગેવાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
બે વર્ષ પહેલાનું આ ઋણ ચૂકવવાનું બાકી હતું
રાજકોટમાં ભાજપના સ્થાનિક આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજ સાથે વડાપ્રધાને આજે રાજકોટ એરપોર્ટ ઉતરીને સૌથી પહેલા મુલાકાત કરી હતી. આ અંગે કશ્યપ શુક્લાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા તેમના પુત્રના લગ્ન હતા, આ માટે વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જોકે ત્યારે મુલાકાત થઈ શકી નહોતી. આથી વડાપ્રધાને આજે મળવા માટે બોલાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર કશ્યપ શુક્લાના પુત્રી તથા તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે નીતિન ભારદ્વાજના પરિવાર સાથે પણ તેમના પારિવારિક મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે, જામકંડોરણામાં આજે વડાપ્રધાને જનસભાને સંબોધી હતી. તેઓ જામકંડોરણામાં સભા કરનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા છે. જેમાં તેમણે 20 વર્ષમાં થયેલા ગુજરાતના વિકાસની તથા અગાઉના સમયમાં થતા કોમી હુલ્લડનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે આગામી દિવસમાં વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવવાનું પણ હબ બનશે તેવો અંદાજ સેવ્યો હતો.
પહેલા ગુજરાતમાં વારે તહેવારી લોહીની નદીઓ રેલાતી હતી
PMએ કહ્યું કે, ઘરમાં નળ હોય, નળમાં પાણી હોય, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને વીજળી આવે આ દિવસોની અપેક્ષા કરતા હતા. બે ડોલ પાણી માટે અડઘો અડધો દિવસ પાણી માટે લાઈનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. આ દિવસો ભાઈઓ મહેનત અને આયોજનથી કરી બતાવ્યું છે. આજે નળથી જળ આવે તે માટેની જહેમત કરી છે. ગુજરાતમાં વાર તહેવારે લોહીની નદીઓ રેલાતી હતી. હુલ્લડોની ભરમાર રહેતી હતી. અહીંથી અમદાવાદ જવું હોય દીકરીના લગ્ન માટે કરીદી કરવા તો ફોન કરીને પૂછવું પડે કે અમદાવાદમાં કર્ફ્યૂ તો નથી ને ત્યારે અદાવાદ જવાય એવા દિવસો હતા. ભય અને આતંકના વાતાવરણમાં ગુજરાતને જીવવાની મજબૂરી પડી ગઈ હતી. આજે કોરોનાના બે વર્ષ બાદ ડાંડીયાની રમઝટ બોલાવી છે. આ વખતે દુનિયાના અનેક દેશના રાજદૂતો ગુજરાત જોવા આવ્યા અને ગરબા રમતા થઈ ગયા.
બેટ દ્વારકામાં દબાણ હટાવવા મુદ્દે ફરી મુખ્યમંત્રીની પીઠ થાબડી
આ બેટ દ્વારકાની ઓળખ જ બદલાઈ ગઈ હતી. અમારા ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ, ગેરકાયદેસર બધા કબજા હટાવી દીધા અને બધુ શાંતિ પૂર્વક પતાવી દીધું. જેવો સ્વભાવ ભૂપેન્દ્ર ભાઈનો છે એમની કામગીરી પણ એટલી શાંતિથી પતાવી દીધી. અભિનંદન ભૂપેન્દ્રભાઈને.
ADVERTISEMENT