રંગીલા રાજકોટમાં નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો, ખેલૈયાઓ રાત્રે 10 વાગ્યા પછી ગરબા નહીં રમી શકે!

રાજકોટઃ નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે ગરબાના આયોજનને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે ખાનગી આયોજકો સાથે બેઠક…

gujarattak
follow google news

રાજકોટઃ નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે ગરબાના આયોજનને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે ખાનગી આયોજકો સાથે બેઠક કરીને રાત્રે 10 વાગ્યા પછી ગરબા રમવા લાઉડ સ્પીકર ચાલુ નહીં રાખી શકાય એવો નિયમ લાદવામાં આવ્યો છે. જોકે આના પગલે રાજકોટના ખેલૈયાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આની સાથે જ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રિ દરમિયાન આયોજકોને ઘણા નિયમોનું પાલન પણ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે આની સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે સૂચનો આપ્યો છે.

રાજકોટના ખેલૈયાઓ 10 વાગ્યા પછી ગરબા નહીં રમી શકે
પોલીસ કમિશનરે ગરબા આયોજકો સાથેની બેઠકમાં પાર્કિંગ, ફાયર સેફટી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજકોટના ખેલૈયાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રિના 10 વાગ્યા પછી કોઈપણ ગરબા આયોજક દ્વારા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો અથવા લાઉડસ્પિકર દ્વારા ગરબા રમાતા જણાયા તો કાયદાકીય પગલા હાથ ધરાશે. નોંધનીય છે કે રાજકોટમાં હવે નવરાત્રીમાં રંગમાં ભંગ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પોલીસ કમિશનરે આપેલા સૂચનો…
પોલીસ કમિશનરે નવરાત્રી દરમિયાન વાહનોની ચોરી ન થાય તથા પાર્કિંગનો પ્રશ્ન ઉભો ન થાય એ અંગે પણ ઘણા સૂચનો કર્યા છે. તથા જો આગ લાગવાની દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા માટે યોગ્ય ફાયર સેફટી ઈક્વિપમેન્ટની વ્યવસ્થા કરવા ટકોર કરવામાં આવી છે. આની સાથે પાર્ટીપ્લોટ કે ગરબાસ્થળની ક્ષમતાથી વધારે લોકોને ટિકિટ ન વેચવામાં આવે તેના પણ સૂચનો કરાયા છે. નોંધનીય છે કે આની સાથે કોવિડ-19ના નિયમો પણ પાલનમાં રહે તેની ખાસ કાળજી રાખવા માટે આયોજકોને જણાવવામાં આવ્યું છે.

48 કલાકમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. એટલે કે સિઝનનો કુલ 134 ટકા વરસાદ પડી ચુક્યો છે. દક્ષિણમાં 148 ટકા સાથે સૌથી ટોપ પર છે. જો કે હજી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

નવરાત્રી મહોત્સવ સમયે શું રહેશે વરૂણદેવની રણનીતિ
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાને પગલે નવરાત્રીના આયોજનો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.જો કે આ વર્ષે ગુજરાતીઓ ભરપુર નવરાત્રી માણી લેવાના મુડમાં છે. જો કે તેમાં વરસાદ વેરી બને તેવી શક્યતા છે. જો કે વરસાદ વેરી માત્ર દક્ષિણ ગુજરાતમાં જ બની શકે છે. અન્ય વિસ્તારોમાં વરસાદ નહી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેથી સુરતને બાદ કરતા અન્ય તમામ મહાનગરોમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ શકશે.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

    follow whatsapp