રાજકોટ: ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં રાજકોટમાં છાસવારે લગ્ન પ્રસંગમાં જાહેરમાં દારૂ પીવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં અઠવાડિયામાં બીજી વખત વરરાજા પોતે જ મિત્રોના ખભા પર બેસી હાથમાં દારૂની બોટલ લઈને ગીત પર ઝુમતા જોવા મળ્યા. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ જતા હાલમાં પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
1 વર્ષ જૂનો વીડિયો સામે આવતા યુવકને જેલની હવા ખાવી પડી
રિપોર્ટ્સ મુજબ, આ વીડિયો રાજકોટના લોધીકામાં આવેલા ખીરસરા ગામનો છે. જેમાં ગોપાલ સોલંકી નામના યુવકના લગ્ન હતા. ત્યારે ફૂલેકામાં વરરાજા હાથમાં જ દારૂની બોટલ લઈને ઝૂમતા જોવા મળ્યા. આટલું જ નહીં તેમના મિત્રો પણ વરરાજાને ખભે ઊચકીને સાથે જ નાચી રહ્યા હતા. ત્યારે વીડિયો સામે આવતા લોધીકા પોલીસે વરરાજા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે અને અટકાયત પણ કરી લીધી છે. જોકે અટકાયત બાદ ગોપાલે જણાવ્યું હતું કે, વીડિયો એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2022નો છે.
પાંચ દિવસ પહેલા લગ્નમાં દારૂની રેલમછેલનો વીડિયો આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રાજકોટ પૂર્વમાં વરરાજાના ફૂલેકામાં તેના દોસ્તો અને ભાઈઓ દ્વારા દારૂની રેલમછેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વરરાજાએ ફાયરિંગ પણ કર્યાનું વીડિયોમાં જોઈ શકાતું હતું. પોલીસે ગંભીર કલમો અંતર્ગત આ મામલમાં ફરિયાદ નોંધી હતી. જેમાં 8 સામે દારુ પાર્ટીને લઈને તો 2 સામે હથિયારને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તે શખ્સોની ધરપકડ પણ કરી લીધી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT