રાજકોટ પૂર્વ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનો ઇતિહાસ અને રાજકીય સમીકરણ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સત્તા વનવાસ પર રહેલ કોંગ્રેસ ફરી સત્તા પર આવવા તલ પાપડ થઇ રહી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સત્તા વનવાસ પર રહેલ કોંગ્રેસ ફરી સત્તા પર આવવા તલ પાપડ થઇ રહી છે ત્યારે ભાજપ હવે 150થી વધુ સીટ મેળવવાના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે. ગુજરાતના ઇતિહાસમાં જોવા જઈએ તો જયારે પણ ત્રીજો મોરચો સક્રિય થયો છે ત્યારે કોંગ્રેસને નુકશાન થયું છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ચૂંટણી મેદાને ઉતારવાથી કોના મત તૂટશે તે તો જનતા જ મત દ્વારા જણાવી શકશે. રાજકોટ જિલ્લો ભાજપનો ગઢ બની ચૂક્યો છે ત્યારે રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપે નવો દાવ રમ્યો છે. નવા ઉમેદવાર ડૉ દર્શિતા શાહને મેદાને ઉતાર્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. રાજકોટ પૂર્વ બેઠક ખુબ રસાકસી ભરી રહેશે. આ બેઠકના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સતત વધી રહ્યું હતું ત્યાં જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરી હતી.ત્યારે અરવિંદ રૈયાણીને મંત્રી પદ્દ પણ ભુપેન્દ્ર સરકારમાં મળ્યું હતું. પરંતુ તેમને આ બેઠક પરથી કાપવામાં આવ્યા છે. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર એક વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે જયારે એક ટર્મ માટે ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

મતદારો
રાજકોટ પૂર્વ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 297206 છે. જેમાં 156315 પુરૂષ મતદારો અને 140889 મહિલા મતદારોનો સમાવેશ થાય છે જ્યારે 2 અન્ય મતદાર છે.

જ્ઞાતિનું સમીકરણ 

રાજકોટ પૂર્વ બેઠક જ્ઞાતિ સમીકરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. લેઉવા પટેલ, કડવા પટેલ, લધુમતી, દલિત, કોળી, માલધારી સમુદાયો અહીં અગ્રણી છે. કુલ વસ્તીના 100% માંથી લેઉઆ પટેલ 19%, કોળી 15%, દલિત 15%, લધુમતી 15%, કડવા પટેલ 5% અને અન્ય 31% મતદારો છે.

મતવિસ્તાર
વર્ષ 2010માં રાજકોટની જૂની બેઠક નંબર 1ના બે ભાગ થયા. નવા સીમાંકન મુજબ રાજકોટ એક બેઠકના બે ભાગ પડયા છે. રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ. જિલ્લામાં નવા સીમાંકનની સૌથી વધુ અસર રાજકોટ 1 બેઠકને થઈ છે. રાજકોટ પૂર્વની નવી રચાયેલી બેઠક નંબર 68ની વાત કરીએ તો તેમાં વોર્ડ નંબર 5, 16, 17, 18, 19, 20 આમ આ છ વોર્ડનો રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવેશ થાય છે.

સ્થાનિક સમસ્યા શું છે?
છેલ્લા દસ વર્ષમાં રાજકોટમાં ઘણો વિકાસ થયો છે. રાજકોટમાં સૌથી મોટી સમસ્યા પાણીની અછતની છે. રાજકોટ વિશે કહેવાય છે કે અહીં લોકોને રોટી, કપડા અને મકાન મળશે પણ પાણી મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. એટલે જ કહેવાય છે કે રાજકોટમાં પાણી માટે પણ રાજકારણ થાય છે. આ ઉપરાંત રોડ, ગટર, આરોગ્ય સહિતના અનેક પ્રશ્નો છે. શહેરની વસ્તી 20 લાખને સ્પર્શવા જઈ રહી છે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. રાજકોટની મધ્યમાંથી એક રેલ્વે લાઈન પસાર થાય છે. રેલ્વે ફાટકોને કારણે ટ્રાફિકની પણ ભારે સમસ્યા છે.

આ કારણે બેઠક છે ચર્ચામાં
અરવિંદ રૈયાણીને ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા જોકે તેમણે આ ચૂંટણીમાં પડતાં મૂકવામાં આવ્યા છે. જેથી ભાજપ માટે આ બેઠક જીતવી ખુબ જરૂરી બને છે જયારે કોંગ્રેસનો હાથ મૂકી આપને સાથ આપનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ જ બેઠક પર ચૂંટણી લડી ચુક્યા છે અને 2012માં કોંગ્રેસ તરફથી લડી અને ધારાસભ્ય બન્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ બેઠક પરથી ચૂંટણી લડે તો કોંગ્રેસ અને ભાજપ બંનેને નુકશાન થાય શકે છે. આ બેઠક પર કોંગ્રેસ જીતી ચુકી છે તો વર્ચસ્વની લડાઈ માટે ઉતરશે ઉમેદવારો મેદાને.

2017નું સમીકરણ
રાજકોટ પૂર્વ બેઠક પર 2012માં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાંથી વિજેતા થયા હતા. બીજી તરફ વર્ષ 2017માં ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિજય રૂપાણીને ટક્કર આપવા માટે રાજકોટ પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જોકે ઇન્દ્રનિલની આ બેઠક પર હાર થઇ હતી. આ બેઠક પર ગત ચૂંટણીમાં 66.99% મતદાન થયું હતું . જેમાં ભાજપે અરવિંદ રૈયાણીને મેદાને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે મિતુલ દોંગાને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 53.13% એટલેકે 90607 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને કુલ મતદાનના 40.28% એટલેકે 68692 મત મળ્યા હતા અને અરવિંદ રૈયાણી વિજેતા થયા હતા. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના વાહનવ્યવહાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ ઉમેદવારો મેદાને

  • કોંગ્રેસ -ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  • ભાજપ- ઉદય કાનગડ
  • આપ- રાહુલ ભૂવા
  • ભારતીય સામ્યવાદી પક્ષ- સુરેશભાઇ સાગઠિયા
  • અપક્ષ- બાબુભાઈ લૂણાગરિયા
  • અપક્ષ- રણછોડભાઇ ઉધરેજા
  • અપક્ષ- નાનજીભાઈ પારધી
  • અપક્ષ- રાજેશ ગિલાણી

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે

    follow whatsapp