અમદાવાદ: રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર છાસવારે અકસ્માત થતાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ હાઇવે પર અકસ્માતના કિસ્સા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક વખત આ હાઇવે કલમુખો સાબિત થયો છે. હવે ગઈકાલે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા બે વ્યક્તિના મોત થયા હતા. અકસ્માત રાજકોટ – અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક થયો હતો જેમા એક ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી ગઈ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવારમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને અન્ય 8 લોકોને ઈજા પહોચી છે.
ADVERTISEMENT
દિવસ રાત ધમધમતો રાજકોટ અમદાવાદ હાઇવે ફરી એકવખત કાળમુખો સાબિત થયો છે. માર્ગ અકસ્માત માં 2 લોકોન અમૃત્યુ થયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક ટ્રક નંબર – GJ 03 VW 0335 અને ઇકો કાર નંબર -GJ 03 KC 2269 વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ જતા રસ્તા તરફ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
3 લોકોની હાલત ગંભીર
રાજકોટ અમદાવાદ હાઇવે પરનો આ અકસ્માત એટલો ગોઝારો હતો કે ડમ્પરનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘુસી ગયો હતો. ઘટના ની જાણ કુવાડવા પોલીસને મળતા જ પોલીસની ટીમ અને 108ની ટીમ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈકો કારમાં 10 લોકો સવાર હતા જેમા બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે.
ADVERTISEMENT