અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં ત્રણેય પાર્ટીના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લાએ અમદાવાદ પ્રવાસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અહીં કપડા બદલાય એવી રીતે મુખ્યમંત્રી બદલાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ જ બાજી મારશે એમ લાગી રહ્યું છે. આની સાથે તેમણે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર પર એક રૂપિયાનું પણ દેવુ ન હોવાની વાત કહી હતી.
ADVERTISEMENT
કપડાની જેમ મુખ્યમંત્રીઓ બદલાય છે- રાજીવ શુક્લા
અમદાવાદમાં રાજીવ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે અહીં તો કપડાની જેમ મુખ્યમંત્રીઓ બદલવામાં આવી રહ્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનતા બનતા રહી ગઈ હતી. પરંતુ હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ જ બાજી મારી જશે. અમારી સરકાર બનવી નિશ્ચિત છે.
છત્તીસગઢમાં કોંગ્રેસ પર 0 રૂપિયાનું દેવુ
આની સાથે રાજીવ શુક્લાએ કહ્યું કે છત્તીસગઢમાં અમારી સરકાર છે. જ્યાં રાજ્યની માથે એકપણ રૂપિયાનું દેવું નથી. અમારી સરકારે છત્તીસગઢમાં સારી વ્યવસ્થા કરી છે. લોકો ગૌ મૂત્ર વેચીને રૂપિયા કમાય છે. આની સાથે રાજીવ શુક્લાએ કહ્યું કે મોંઘવારી, રોજગારી, શાંતિ સ્થાપવા માટે કોંગ્રેસ સરકાર જ કારગાર નીવડી શકે તેમ છે.
ADVERTISEMENT