Ram Mandir: રજનીકાંતથી લઈ અનુપમ ખેર સુધી… આ બૉલીવુડ સિતારાઓ પ્રાણ પ્રતિષ્ઠામાં સમારોહમાં આપશે હાજરી

Celebs leave for Ayodhya ahead of Ram Mandir opening: રામ મંદિરના (Ram Mandir) અભિષેકને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના…

gujarattak
follow google news

Celebs leave for Ayodhya ahead of Ram Mandir opening: રામ મંદિરના (Ram Mandir) અભિષેકને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના લોકો આ સમારોહને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક જાણીતી હસ્તીઓ ભાગ લેશે.

રજનીકાંત રામ મંદિરના અભિષેક સમારોહમાં રહેશે ભાગ

અભિનેતા રજનીકાંત અને ધનુષ તામિલનાડુથી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે તેમને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અનુપમ ખેરે કહ્યું- ઘણા સમયથી આ ક્ષણની રાહ જોવાઈ રહી હતી

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે અભિનેતા અનુપમ ખેર મુંબઈથી અયોધ્યા જવા રવાના થયા છે. આ દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે આપણે બધા આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ એક શાનદાર અહેસાસ છે. તેમણે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

વિવેક ઓબેરોય મુંબઈથી અયોધ્યા જવા રવાના થયા

આ કાર્યક્રમ માટે ભારતની જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનેક હસ્તીઓએ પણ રામ મંદિરના અભિષેક કાર્યક્રમ પર ખુશી વ્યક્ત કરી હતી. અભિનેતા વિવેક ઓબેરોય પણ આવતીકાલના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. એરપોર્ટથી બહાર નીકળતી વખતે વિવેક ઓબેરોયે લોકો સાથે ફોટો પણ પડાવ્યો હતો.

મુધર ભંડારકર પણ અયોધ્યા માટે રવાના

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. ફિલ્મ નિર્માતા મુધર ભંડારકર પણ 22 જાન્યુઆરીએ રામલલા મૂર્તિના અભિષેક કાર્યક્રમ માટે રવાના થઈ ગયા છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હું અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવાનો છું. હું રામ લાલાના દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

આ સિવાય રણદીપ હુડા અને તેમની પત્ની લિન લૈશ્રામ, કંગના રાવત પણ અયોધ્યા પહોંચ્યા છે.

મોહન ભાગવત પણ આપશે હાજરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishtha) કાર્યક્રમમાં ભાગ લેશે, જેના માટે મોહન ભાગવત આજે લખનઉ પહોંચ્યા છે. તમામ કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

    follow whatsapp