વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. એમાં ઘણા નેતાઓને ટિકિટ ફાળવવામાં નથી આવી તો ઘણા નેતાએ સ્વેચ્છાએ જ ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીને કહ્યો છે. વળી આ વખતે યુવા ચહેરાઓને પણ સારી તક મળી છે. રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુ શુક્લાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. એમને શુભેચ્છા પાઠવવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલયે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
કમળ જ ચૂંટણી લડે છે- રાજેન્દ્ર ત્રિવેદી
રાવપુરા વિધાનસભા બેઠક પરથી બાળુભાઈ શુક્લને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાજપમાં આ બેઠક પર જે પરિવર્તન જોવા મળે છે એ નામનું જ લાગે છે. મારા મત મુજબ તો ચૂંટણીમાં કમળ જ સર્વોપરી છે. તથા અત્યારસુધી કમળ જ ચૂંટણી લડતું આવે છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપને માતાનો દરજ્જો આપ્યો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ભાજપના સિદ્ધાંતો મારામાં રોપાયેલા છે. આ પાર્ટી સાથે હું લગભગ 16 વર્ષથી જોડાયેલો છું. મને ભાજપે ઘણું બધુ આપ્યું છે. વળી આ પાર્ટીમાં જ હું મોટો થયું છે એટલે ભાજપ મારા માતા સમાન છે.
કાર્યાલય ખાતે બેઠકમાં બાળુભાઈને શુભેચ્છા પાઠવાઈ
ભાજપના કાર્યાલય ખાતે મોટાભાગના હોદ્દેદારો એકત્ર થયા હતા. તેમણે બાળુભાઈ શુક્લને બહુમતીથી જીત મેળવે એની શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT