જયપુર: IPL 2023 ની 52મી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 7મી મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ રોમાંચક મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી હતી. આ એક હાઈ સ્કોરિંગ મેચ હતી. આ મેચમાં બંને ટીમોએ શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ અંતે સનરાઇઝર્સનો વિજય થયો હતો. તો આવો જાણીએ શું થયું આ રોમાંચક મેચમાં.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરતા RRએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 214 રન બનાવ્યા હતા. જોસ બટલરે ધમાકેદાર 95 રન કરીને રાજસ્થાનને આ મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ સંજુ સેમસને પણ 66 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે પણ 35 રન બનાવ્યા હતા. બીજી તરફ હૈદરાબાદના બોલરોની વાત કરીએ તો SRH તરફથી ભુવનેશ્વર કુમાર અને માર્કો જેન્સને 1-1 વિકેટ ઝડપી હતી.
https://twitter.com/premergolpo/status/1655397552152526850
સનરાઇઝર્સ હૈદરાબાદે 215 રનનો પીછો કર્યો હતો
સનરાઇઝર્સ હૈદરાબાદે 215 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા છેલ્લા બોલે સિક્સર ફટકારી હતી. સમગ્ર મેચમાં રાજસ્થાન રોયલ્સનો દબદબો રહ્યો હતો. પરંતુ છેલ્લી 2 ઓવરમાં સનરાઈઝર્સે પલટવાર કર્યો હતો. ખાસ કરીને જ્યારે હૈદરાબાદને છેલ્લા બોલ પર જીતવા માટે 5 રનની જરૂર હતી ત્યારે અબ્દુલ સમદ સિક્સર ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. સંદીપ શર્માએ ઉજવણી પણ કરી લીધી હતી. જોકે આ નો બોલ હતો. જો આ લીગલ બોલ હોત તો RR 4 રને મેચ જીતી શક્યું હોત. પરંતુ નો બોલના કારણે છેલ્લી ઓવર કરી રહેલા સંદીપ શર્માને ફરીથી બોલ નાખવો પડ્યો, જેના પર સમદે સિક્સર ફટકારી અને હૈદરાબાદે મેચ 4 વિકેટે જીતી લીધી.
આ રન ચેઝમાં, અભિષેક શર્માએ અડધી સદી (55) ફટકારીને SRH માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ રાહુલ ત્રિપાઠીએ પણ 47 રન બનાવીને સારું યોગદાન આપ્યું હતું. આ સાથે અંતમાં ગ્લેન ફિલિપ્સે 7 બોલમાં 25 રન અને અબ્દુલ સમદે 7 બોલમાં 17 રન ફટકારીને સનરાઇઝર્સ માટે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનને પણ 1-1 વિકેટ મળી હતી.
ADVERTISEMENT