Bikaner Road Accident: બિકાનેર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. નોખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર નૌરંગદેસર-રાસીસર પાસે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા છે. તમામ મૃતકો ગુજરાતના ભુજના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક અકસ્માત
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ગાડીના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.
18 મહિનાની બાળકી સહિત 5ના મોત
મૃતકોની ઓળખ ગુજરાતના ડૉ. પ્રતિક, તેમના પત્ની હેતલ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા, તેમના પતિ અને તેમની 18 મહિનાની પુત્રી તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વાહનોનો જામ થઈ ગયો હતો.
ADVERTISEMENT